વાળ ત્વચાની સુંદરતા - Sandesh

વાળ ત્વચાની સુંદરતા

 | 12:03 am IST

બ્યુટી ક્વેરીઝ । રાજીકા કચેરિયા

શ્રી રાજીકાબહેન,

મારે વાળ અને ત્વચાને સરસ બનાવવા છે. તો યોગ્ય પોષણ મેળવવા મારે શું કરવું જોઈએ ?

-પ્રગતિ દેસાઈ (વાપી)

બહેન શ્રી,

ત્વચા અને વાળની સુંદરતા માટે તમે તમારા આહારમાં નીચે જણાવેલ ઘટકોનો સમાવેશ કરો

ગાજર : પ્રિમેચ્યોર ત્વચા થતી અટકાવવા ત્વચાના બહારના પડને વ્યવસ્થિત રાખે છે.

ખાટાં ફળો : કોલાજનનું બંધારણ કરીને ત્વચાના કોષોનું સંગઠન જાળવી રાખે છે. કોલાજન ત્વચામાં બાહ્ય રીતે નથી ઉમેરી શકાતું, તેથી જ ફ્રૂટસ અને ફ્રૂટ જ્યૂસ આપણા દૈનિક આહારનો એક મહત્ત્વનો ભાગ બની રહે છે.

લસણ : કરચલીઓ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે ટિસ્યુને ફરી સંગ્રહ કરે છે.

ફેટ વગરનું દહીં : એ કેલ્શિયમથી ભરપૂર છે. જે દાંતને સડા મુક્ત રાખે છે અને તમારા હાસ્યને સુંદર બનાવે છે.

શક્કરિયા : વિટામિન એ મહત્ત્વના એન્ટી રીંકલીંગ એજન્ટ માટે જાણીતું છે. શક્કરિયા આ વિટામિનથી ભરપૂર છે. તેનું ખૂબ સુંદર પરિણામ સાફ, મુલાયમ ત્વચા છે.

ટામેટા : આ ‘લવ એપલ્સ’ તમારી ત્વચાને ખૂબ જ સુંદર બનાવે છે. ટામેટા વિટામિન-એ, વિટામિન-સી અને પાટેશિયમથી ભરપૂર છે.

શાકભાજી : દિવસમાં ત્રણથી પાંચ સર્વિંગ લેવાનું રાખવું, તેમાં એક એક સર્વિંગ કાચા અને લીલા પાંદડાવાળું શાક લેવાનું રાખવું.

ફળો : દિવસમાં બેથી ત્રણ સર્વિંગ લેવાનું રાખવું (સર્વિંગ એટલે ૧/૨ કપ સમારેલા અથવા સ્લાઈસ ફ્રુટ્સ)

ડેરી પ્રોડકટ્સ : દિવસ દરમિયાન બે સર્વિંગ તો લેવા જ (આઠ ઔંસ દૂધ અથવા દહીં એટલે એક સર્વિંગ)

ચરબી : સલાડ ડ્રેસિંગ, કુકીગ ઓઈલ, માખણ અને મેયોનીજ મર્યાદિત (દિવસમાં ર સર્વિંગ) લઈ શકાય.

ત્વચા હાઈડ્રેટ રાખવા માટે

શ્રી રાજીકાબહેન,

મારી ત્વચાને હાઈડ્રેટ રાખવા મારે કઈ પ્રોડકટ્સ વાપરવી જોઈએ.

સલમા સૈયદ (અમદાવાદ)

બહેન શ્રી,

તમારે મોઈૃરાઈઝિંગ ઈફેક્ટ ધરાવતો ફેસવોશ વાપરવો દિવસના સમયે એન્ટીએજિંગ અને સન સ્ક્રીન લોશનયુક્ત મોઈૃરાઈઝર લગાવવું. રાત્રે એન્ટીએજિંગ સીરમ અને ક્રીમ લગાવવું આ હાલમાં કાયમી ધોરણે લગાવવાનું રાખશો જેથી તમારી ત્વચા શિયાળામાં હાઈડ્રેટ રાખવામાં એ મદદરૂપ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન