ઘરે આ વસ્તુઓથી કરો હેર સ્પા, કોઈપણ પ્રકારના ખર્ચ વિના પણ result મળશે બેસ્ટ – Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.8000 +0.59
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • ઘરે આ વસ્તુઓથી કરો હેર સ્પા, કોઈપણ પ્રકારના ખર્ચ વિના પણ result મળશે બેસ્ટ

ઘરે આ વસ્તુઓથી કરો હેર સ્પા, કોઈપણ પ્રકારના ખર્ચ વિના પણ result મળશે બેસ્ટ

 | 12:12 pm IST

વાળ તૂટવા, સૂકા રહેવા, ખોડો થવો જેવી વાળને લગતી સમસ્યાઓ સ્ત્રીઓ તેમજ પુરુષોને પણ થતી હોય છે. આ સમસ્યાથી બચવા માટે જરૂરી છે કે વાળ સ્વચ્છ રહે અને તેને જરૂરી પોષણ મળે અને તેના માટે સૌથી બેસ્ટ છે હેર સ્પા. જી હાં હેર સ્પા કરવાથી વાળને ખરાબ કરતાં તત્વો દૂર થાય છે અને જરૂરી પોષણ પણ વાળને મળે છે. જો કે હેર સ્પા વારંવાર પાર્લરમાં કરાવા જવું થોડું મોંઘું પડે છે, તેથી મોટાભાગના લોકો સ્પાથી દૂર ભાગે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે કોઈપણ પ્રકારનો ખર્ચ કર્યા વિના ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓથી હેર સ્પા કરી શકો છો? નથી જાણતાં તો આજે જાણી લો ઘરે હેર સ્પા કરવાની સરળ અને સસ્તી રીત.

મેયોનીઝ અને મધને બરાબર મિક્સ કરીને એનો માસ્ક માથા પર અડધો કલાક લગાવીને માઇલ્ડ શેમ્પૂથી ધોઈ નાખો. આ એક જાતનું નેચરલ કન્ડિશનર છે. આ સિવાય કોમ્બિનેશન સ્કેલ્પ-ટાઇપ માટે દહીં અને પપૈયાનું મિક્ષ્ચર માથા પર લગાવીને મસાજ કરો. વોડકા, બિયર અને વાઇટ વિનેગરની પેસ્ટ પણ કુદરતી મસાજ પેક માટે ઉપયોગી થઈ શકે છે.

આ સિવાય તમે ઓલિવ ઓઇલ અને મધને સરખા પ્રમાણમાં મિક્સ કરીને એની પેસ્ટ માથામાં લગાવીને મસાજ કરી શકો છો. શક્ય હોય ત્યાં સુધી રાતના સમયે આ રીતે માસ્ક લગાવી દેવો અને બીજે દિવસે સવારે ગરમ પાણીમાં જાડો ટોવેલ ડુબાડી એને નિચોવીને 15 મિનિટ માથા પર બાંધી લેવાથી સ્કેલ્પમાં એ તેલ એબ્સોર્બ થઈ જાય છે અને વાળને સ્ટીમ પણ મળી જાય છે. એ પછી માઇલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ નાખવાથી હેર-સ્પા જેવી ઇફેક્ટ મળે છે.