Hair will grow in just 1 month long, this way make Hair Mask
  • Home
  • Fashion & Beauty
  • માત્ર 1 મહિનામાં વાળ થશે લાંબા, આ રીતે બનાવો ઘરે હેર માસ્ક

માત્ર 1 મહિનામાં વાળ થશે લાંબા, આ રીતે બનાવો ઘરે હેર માસ્ક

 | 1:38 pm IST

દરેક યુવતીઓ ઇચ્છે છે કે તેના વાળ હંમેશા સ્વસ્થ તેમજ શાઇની રહે. પરંતુ આજના સમયમાં વાળની સાચવણી કરવી ખૂબ મુશ્કેલ છે. આજની વ્યસ્ત લાઇફમાં કોઇની પણ પાસે પોતાની કાળજી લેવાનો વધારે સમય હોતો નથી. તે સિવાય આજના સમયમાં પ્રદુષણ તથા ધૂળ-માટી મોટી સમસ્યા છે. જે વાળ માટે ઝેર સમાન છે. આજે અમે તમને એવા માસ્કની રીત જણાવીશું જે તમારા વાળને હેલ્ધી અને શાઇની બનાવી દેશે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય હેર માસ્ક..

સામગ્રી
2 ચમચી – એલોવેરા જેલ
250 ગ્રામ – દહીં
2 નંગ – ઇંડા

હેર માસ્ક બનાવવાની રીત
તમે એક બાઉલ લો તેમા એલોવેરા જેલ, દહીં અને ઇંડા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે તમારો હેર માસ્ક.. આ હેર માસ્કનો ઉપયોગ તમે અઠવાડિયામાં બે વખત કરી શકો છો. તેના ઉપયોગથી ન ફક્ત તમારા વાળ સ્વસ્થ રહેશે પરંતુ તેમા ચમક પણ આવી જશે.

હેર માસ્કનો ફાયદા
જો તમે હેર માસ્કનો ઉપયોગ કરો છો તો તમારા વાળને સ્ટ્રોંગ અને મુલાયમ થશે. તે સિવાય જો તમારા વાળ વાંકડિયા છે તો તમે આ માસ્ક લગાવી શકો છો. જેનાથી તમારા વાળ હાઇડ્રેટ રહે છે. તેના ઉપયોગથી ન ફક્ત બરછટ વાળની સમસ્યા ઓછી થવાની સાથે ખોડાની સમસ્યા પણ દૂર થાય છે. હેર માસ્ક તમારા વાળને વધારવામાં મદદ કરે છે. તથા વાળને ચમકીલા બનાવે છે.