Amreli district in the last 24 hours rain water from the monsoon is everywhere
  • Home
  • Gujarat
  • અમરેલી જિલ્લામાં મેઘમહેરને કારણે પુલનો અડધો ભાગ ધરાશાયી

અમરેલી જિલ્લામાં મેઘમહેરને કારણે પુલનો અડધો ભાગ ધરાશાયી

 | 5:26 pm IST

અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અતિ મેઘમહેરથી જિલ્લામાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. ત્યારે દરિયાકાંઠાના રાજુલા પંથકમાં વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપુર આવી ગયા હતા. રાજુલાથી ડુંગર ગામને જોડતા કુંભારીયા અને દેવકા વચ્ચે આવેલ કુંભારીયા પુલનો અડધો ભાગ ધરાશાઈ થઈ ગયો છે.

કુંભારીયા પુલ પરથી વહેલી સવારે ત્રણ ફૂટ પાણી બેઇઝ પરથી ચાલી રહ્યા હતા. ત્યારે જોલાપુરી નદીના પુરના પાણીના પ્રવાહથી કુંભારીયાનો અડધો પુલ ધરાશાયી થઈ ગયો છે. હાલ પણ પુલોમાં તિરાડો પડી રહી છે. અને જો વધુ વરસાદ આવે તો પુરમાં પ્રકોપથી કુંભારીયા પુલ પાણીમાં તણાઈ જવાની પ્રબળ શક્યતાઓ છે.

આખી રાત મૂશળધાર વરસાદ પડવાના કારણે કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે. હાલ પાણી ધીમે ધીમે ઓસરી રહ્યું છે. અમરેલી જિલ્લામાં સવારે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. તેમજ ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ છે.