Saurashtra: Halvad village a farm suspected vegadavava falling heavily solutions
  • Home
  • Featured
  • હળવદના વેગડવાવ ગામમાં આકાશમાંથી પડ્યું એવું શંકાસ્પદ વસ્તુ કે, લોકોમાં કુતુહલની સાથે દોડધામ

હળવદના વેગડવાવ ગામમાં આકાશમાંથી પડ્યું એવું શંકાસ્પદ વસ્તુ કે, લોકોમાં કુતુહલની સાથે દોડધામ

 | 8:10 am IST

હવામાન વિભાગનું માપક યંત્ર હોવાનું પ્રાથમિક તારણ… હળવદના વેગડવાવ ગામે વાડી વિસ્તારમાં મંગળવારે સવારે કપાસના પાકમાં ઉપરથી કોઈ શંકાસ્પદ વસ્તુ પડતા દોડધામ સાથે કુતુહલ મચી ગઇ હતી.

આ ઘટનાને પગલે હળવદ પોલીસ અને મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ કરતા હવામાન વિભાગના માપક યંત્રની વસ્તુ હોવાનું અનુમાન દર્શાવાયું છે. હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલ બળદેવભાઈ મનજીભાઈ દલવાડીની વાડીમાં વાવેલ કપાસમાં મંગળવારે વહેલી સવારના ઉપર આકાશમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ પડી હતી.

આ વસ્તુઓ ધ્યાને આવતા ખેતરમાં લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. બાદમાં આ વસ્તુ પડયાની ગ્રામજનોને પોલીસ અને મામલતદારને જાણ કરી હતી.જેને પગલે પોલીસ અને મામલતદાર ઘટનાસ્થળે દોડી જઈને આ વસ્તુઓ અંગે તપાસ કરી હતી.

પોલીસ અને મામલતદારની ટીમની તપાસમાં ખેતરમાં પડેલી આ વસ્તુઓમાં એક કેમેરો, એક સર્કિટ, બે થર્મોકોલના બે બોક્સ, ફ્ગ્ગો જોવા મળ્યા હતા. આ ફ્ગ્ગો હવામાન વિભાગ દ્વારા ઉપયોગમાં લેવાય છે તેવો હતો.

આથી આ તમામ વસ્તુઓ હવામાન વિભાગના માપક યંત્રની હોવાનું હાલ પ્રાથમિક તારણ નીકળ્યું છે. હવામાન વિભાગની જ આ વસ્તુઓ નીકળતા ગ્રામજનોએ રાહત અનુભવી છે. જોકે હાલ હળવદ પોલીસ અને મામલતદારે આ બાબતે હવામાન વિભાગને જાણ કરીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ જુઓ વીડિયો: દીવમાં મોડી રાતથી વરસાદી માહોલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન