hamari bahu silk fame told when she cried in front of producer
  • Home
  • Entertainment
  • Bollywood
  • OMG! સીરિયલની ફેમસ અભિનેત્રી પાસે ભાડાના પૈસા નથી, મકાન માલિકે કહ્યું-ઘર ખાલી કર…

OMG! સીરિયલની ફેમસ અભિનેત્રી પાસે ભાડાના પૈસા નથી, મકાન માલિકે કહ્યું-ઘર ખાલી કર…

 | 3:48 pm IST

લોકડાઉનના કારણે બધા જ પરેશાન છે. કોઈ પાસે કશુ કામ નથી અને ઘણા લોકોને આર્થિક તંગી ઉભી થઈ રહી છે. એ જ રીતે બોલિવૂડમાં પણ સેલેબ્સ પરેશાન છે અને ત્યાં પણ પૈસાની તકલીફો થઈ રહી છે. સીરિયસ હમારી બહુ સિલ્કમાં મેકર્સ આ દિવસોમાં કાસ્ટ અને ક્રુ મેમ્બર્સને સેલેરી ન આપવાને લઈ ચર્ચામાં છે. નિર્માતા લાપતા થઈ ગયા છે. હાલમાં જ ટીવી સીરિયલની લીડ અભિનેત્રી ચાહત પાંડેએ મોટો ખુલાસો કર્યો છે.

સીરિયલ ‘હમારી બહુ સિલ્ક’ની મુખ્ય અભિનેત્રી ચાહત પાંડેએ એક વાતચીરમાં જણાવ્યું હતું કે પગાર નહીં ચૂકવવાને કારણે તેમને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિ એવી બની ગઈ હતી કે ઘરનું ભાડુ ચૂકવવા માટે તેની પાસે પૈસા નહોતા અને આને કારણે તેના મકાન માલિકે તેને મકાન ખાલી કરવાનું કહ્યું હતું.

View this post on Instagram

#keepsmiling😊💕💜

A post shared by Chahat Pandey (@chahatpandey_official) on

ચાહતે કહ્યું કે, છેલ્લા શો પછી જે પણ બચત થઈ તે આ શો દરમિયાન ખર્ચ કરવામાં આવી હતી. મુસાફરી, ખાવા-પીવા, ઘરનું ભાડુ આ બધું મારી બધી બચતમાંથી વપરાયું અને ધીમે ધીમે તે બધું સમાપ્ત થઈ ગયું. જો તેણે નિર્માતાઓને પૈસા ચૂકવવાનું કહ્યું હોત, તો તે ચેનલ દ્વારા તેમને ચૂકવણી કરવામાં આવી ન હોવાનું કહીને મામલો મોકૂફ રખાતો હતો. વસ્તુઓ મારા હાથમાંથી નીકળી રહી હતી, કારણ કે મારી પાસે હવે પૈસા નહોતા અને મારે ઘરનું ભાડુ ચૂકવવાનું હતું.

વાતચીત આગળ વધારી ચાહતે કહ્યું કે-મકાનમાલિકની આ વાત સાંભળીને હું શોના નિર્માતાની ઓફિસ ગઈ અને રડવા લાગી. મેં તેને કહ્યું કે મારા પૈસા પરત આપી દો. પરંતુ તેણે મારી વિનંતી પર ધ્યાન આપ્યું નહીં અને કહ્યું કે તેની પાસે પૈસા નથી. તેમણે જણાવ્યું હતું કે, શો બંધ થયાના આઠ મહિના પછી વસ્તુઓ બગડી ગઈ છે. જો કે, તેમણે કહ્યું કે ઈન્ડસ્ટ્રીમાં સારા લોકો પણ છે.

આ વીડિયો પણ જુઓ: ગાંધીનગર- ટેકાના ભાવે ચણાની ખરીદી બંધ કરાઈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન