હાથની આંગળીઓની સુંદરતા વધારતી....અવનવી રિંગ્સ - Sandesh
  • Home
  • Supplements
  • Stree
  • હાથની આંગળીઓની સુંદરતા વધારતી….અવનવી રિંગ્સ

હાથની આંગળીઓની સુંદરતા વધારતી….અવનવી રિંગ્સ

 | 3:55 am IST

ફેશન ફંડા । માલિની રાવલ

વીંટી ઉર્ફે રિંગ તો રાજા ભારત-શકુંતલાના વખતથી પ્રખ્યાત છે. અરે રામના વખતથી વીંટીનો મહિમા છે. શ્રી રામે ઓળખ માટે હનુમાનજી સાથે પોતાની અંગુઠી મોકલી હતી. રાજા ભરતે પોતાની ઓળખ માટે શકુંતલાને પોતાની વીંટી ઊતારીને આપી ગયા હતાં.

આજે ભાગ્યે જ કોઈ સ્ત્રી-પુરુષ એવો હશે જે પોતાની આંગળી કે આંગળીઓમાં વીંટી નામની રિંગ કે રિંગ્સનો શણગાર સજતો નહીં હોય. આજે બજારમાં જાતજાતની સ્ટાઈલ ડિઝાઈનની રિંગ્સ મળે છે. તમે જે તે જોતા અવઢવમાં પડો એટલી ડિઝાઈનમાં વિવિધ નંગ અને પથ્થર જડેલી જોવા મળે છે.

ફુલ ફિંગર રિંગ

આખી આંગળીઓમં આવી જાય તેવી આ પ્રકારની રિંગને ઈન્ડો-વેસ્ટર્ન કોઈ પણ પ્રકારના પરિધાન સાથે પહેરી શકાય છે. આ રિંગ પહેર્યા પછી અન્ય આંગળીઓમાં બીજી કોઈ રિંગ પહેરવાની જરૂર પડતી નથી. જો તમારી આંગળી પહોળી અને જાડી હોય તો ફુલરિંગ પહેરશો નહીં.

ચેન ફિંગર રિંગ

આ પ્રકારની રિંગ એક કરતા વધુ આંગળીઓમાં પહેરી શકાય છે. તે પહેર્યા પછી હાથને કુલ લુક મળે છે. ચાર-પાંચ વીંટીઓ ચેનની મદદથી સંકળાયેલી હોય છે, અને આથી જ તેને ચેનફિંગર રિંગ કહે છે. આ પ્રકારની રિંગ્સ પ્રસંગોપાત જ પહેરવામાં મજા છે.

કોકટેલ ફિંગર રિંગ

ફેશનમાં રાચતા યુવાનો આ રિંગનો ઉપયોગ કરે છે. આ રિંગ બિગર એન્ડ બોલ્ડ સાઈઝ છે. જેથી સ્ટાઈલિશ લુક આવે છે. કોકટેલ રિંગ વેસ્ટર્ન આઉટકિટ સાથે જચે છે, જે લાંબી અને પાતળી આંગળીવાળી યુવતીઓ માટે ઉત્તમ ઓર્નામેન્ટ છે.

મિડ ફિંગર રિંગ

અન્ય રેગ્યુલર પ્રકારની રિંગ આંગળીના અંતે તેમજ નેલ આર્ટ રિંગને આંગળીની શરૂઆતમાં જ પહેરવામાં આવે છે, પણ મિડ રિંગને આંગળીની વચ્ચોવચ જ પહેરાય છે અને તેથી જ તેને મિડ ફિંગર રિંગ કહેવામાં આવે છે. આ રિંગ દરેક પોશાક સાથે અનુકુળ રહે છે.

ફોર ફિંગર રિંગ

આ પ્રકારની રિંગ ચારેય આંગળીમાં પહેરવામાં ઉત્તમ રહે છે. આ રિંગ એક બીજા સાથે જોડાયેલી અથવા તો છુટી એમ બંને સ્ટાઈલમાં જોવા મળે છે. ફોર ફિંગર રિંગ તહેવારો પર વધુ પહેરાય છે.

નેલ આર્ટ રિંગ

નખને સુંદર અને આકર્ષક રીતે રંગેલા હોય ત્યારે તે નખ ઉપર આ પ્રકારની રિંગ પહેરી શકાય છે, જે વેસ્ટર્ન વેર પહેર્યા હોય ત્યારે તેમાં યોગ્ય રહેશે. આ રિંગને કેરી કરવી હોય તો બ્લેક એન્ડ વ્હાઈટ શેડની પસંદગી કરો ઈન્ડિયન વેર માટે જ્વેલ્ડ નેલ આર્ટ પરફેક્ટ રહેશે.

ટ્રિપલ ફિંગર રિંગ

ડબલ ફિંગર રિંગની જેમ ટ્રિપલ ફિંગર રિંગ પણ અત્યારે ફેશનમાં છે. જેની તમે પહેરેલા આઉટફિટ પ્રમાણે પસંદગી કરી શકો છો.

ઉપરોક્ત પ્રકારની સ્ટાઈલિશ રિંગ જરૂર તમારા હાથના આંગળાઓને શોભાવશે. એટલું જરૂર ધ્યાન રાખવું કે તમારા હાથના આંગળાઓ એટલે કે ફિંગર બહુ વધુ પડતા જાડા ન હોય, કારણ કે જાડા આંગળાઓમાં વીંટી સારી લાગતી નથી. પછી તો તમારી મરજી.