હાથને કોમળ બનાવવા અપનાવો ઘરેલુ ટિપ્સ - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • હાથને કોમળ બનાવવા અપનાવો ઘરેલુ ટિપ્સ

હાથને કોમળ બનાવવા અપનાવો ઘરેલુ ટિપ્સ

 | 12:53 am IST

મેકઓવરઃ શહેનાઝ હુસૈન

મહિલાઓ જેટલી પોતાના દેખાવને લઇને જેટલી ચિંતત હોય છે, તેટલું જ ધ્યાન તે પોતાના હાથ-પગનું પણ રાખવા ઇચ્છતા હોય છે. પરંતુ મહિલા જેટલી સંભાળ પોતાના ચહેરાની લેતી હોય છે, તેટલી સંભાળ પોતાના હાથ-પગની લઇ શક્તી નથી. ઘરના કામકાજની વચ્ચે મહિલા પોતાના શરીરની સુંદરતાને ઘણીવાર અવગણતી હોય છે. બે મહિને એકવાર જો તેઓ મેનિક્યોર પેડીક્યોર કરાવતા હોય છે, પરંતુ તેવી પરિસ્થિતિમાં પણ પોતાના શરીરની યોગ્ય રીતે સંભાળ લઇ શક્તા નથી. કારણ કે પાર્લરમાં મેનિક્યોર કરાવ્યા બાદ પણ હાથની સંભાળ લેવી પડે છે. તેથી ઘણી મહિલાઓ પાર્લરમાં જઇને આ પ્રકારની ટ્રિટમેન્ટ કરાવવાનું પણ ઇગ્નોર કરતી હોય છે, તો આવો જાણીએ ઘરેલુ ઉપચાર દ્વારા હાથની સરળ રીતે સંભાળ કેવી રીતે રાખી શકાય.

શિયાળાની સીઝનમાં હાથ શુષ્ક બની જતા હોય છે, તેના કારણે હાથ પર લોશન લગાવવું જરૂરી છે. હવે જ્યારે ગરમીની સીઝનની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે સનસ્ક્રીન લોશન હાથ પર લગાવવું પડે છે, જેના કારણે હાથ પર સનબર્ન કે ટેનિંગ ન થાય. હાથની સંભાળમાં સનસ્ક્રીન લોશન લગાવવું પણ જરૂરી છે.

હાથને સોફ્ટ રાખવા માટે તલનું તેલ, બદામનું તેલ લો, સ્નાન કરતાં પહેલાં તેલ વડે મસાજ કરો, તેનાથી શરીર હળવું બનશે. તથા શરીરની ત્વચા કોમળ બનશે.

તેલની માલિશ કરવાથી શરીર સ્વસ્થ અને કોમળ બને છે. તેમાં પણ જો બદામના તેલ દ્વારા માલિશ કરવામાં આવે તો તે શ્રેષ્ઠ ઉપચાર પદ્ધતિ છે. અઠવાડિયામાં બે વખત ૧૫ મિનિટ સુધી તેલથી માલિશ કરવી જોઇએ.

દહીંમાં બદામનું તેલ મિક્સ કરીને તમે આ મિશ્રણ દ્વારા ૧૫ મિનિટ સુધી હાથની હળવા હાથે માલિશ કરો, ત્યાર બાદ હુંફાળા પાણીથી ધોઇ લો, તેનાથી હાથ નરમ બનશે.

હાથમાં કોણી કાળી હોવાની સમસ્યા સામાન્ય છે, તો તેના માટે તમે કોણી પર ૧ ચમચી ચણાનો લોટ, લીંબુનો રસ, ગ્લિસરીન, મધ મિક્સ કરો. આ મિશ્રણ દ્વારા તમે કોણી તથા હાથ પર મસાજ કરો, અને તેને પેક બનાવીને લગાવી પણ શકો છો, તે સુકાઇ જાય ત્યાર બાદ પાણીથી સાફ કરો. અઠવાડિયામાં ત્રણ વખત તમે આ પદ્ધતિ કરી શકો છો. તથા સ્નાન કરતી વખતે ઉબટન બનાવીને શરીરે લગાવીને સ્નાન કરશો તો ત્વચા સુંદર અને કોમળ બનશે.

નેઇલ કેર ટિપ્સ

હાથની સંભાળ લેવાની સાથે નખની સંભાળ લેવી પણ જરૂરી છે, નખ પીળા તથા હાથના ટેરવા કાળા પડી જવાની સમસ્યા થતી હોય છે, તેથી તેની પર લીંબુ ઘસવાથી નખની પીળાશ અને ટેરવાની પર કાળાશ દૂર થશે.

બદામના તેલ અને મધને મિક્સ કરીને તેની નખ પર માલિશ કરો.

શુષ્ક નખ હોય તો કોઇપણ વનસ્પતિ તેલને ગરમ કરી તેને દસ મિનિટ માટે આંગળી પર ઘસો. ત્યાર બાદ ભીના ટુવાલથી તેને સાફ કરો.

તાજા ફળોના રસ લઇને તેના દ્વારા નખની માલિશ કરો.