હસ્તાક્ષરમાં બંધારણ અને કદનું ધ્યાન રાખવું જરૃરી - Sandesh
NIFTY 10,700.45 -41.10  |  SENSEX 34,771.05 +-72.46  |  USD 64.0325 +0.55
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nakshatra
  • હસ્તાક્ષરમાં બંધારણ અને કદનું ધ્યાન રાખવું જરૃરી

હસ્તાક્ષરમાં બંધારણ અને કદનું ધ્યાન રાખવું જરૃરી

 | 3:12 am IST

હસ્તાક્ષરોમાં જોવા મળતી નકારાત્મકતા દુનિયામાં જોવા મળતા અવરોધો. અનાદર, સંઘર્ષ, તકલીફો, મનદુઃખ-યાતના, વેદના, સંબંધ વિચ્છેદ અને મનની દૂષિત બાબતો સામે લાવે છે. હસ્તાક્ષર આપણા જીવનની જીવાદોરી છે. એને કાપી નાંખનારા જે ડાળ ઉપર બેસે છે એને જ કાપી નાંખતા જોવા મળે છે.

બિનઅધિકૃત હસ્તાક્ષર

બિનઅધિકૃત એટલે જે સિગ્નેચર કરવાનો આપનો અધિકાર ન હોય એ સિગ્નેચર બીજી વ્યક્તિની જાણ બહાર કરી આપ આપનું કામ આગળ વધારો છો. દા.ત. શેરબજારના ફોર્મ ઉપર આપની પત્નીની જાણ બહાર આપ જ સહી કરી નાંખો છો. અને ફોર્મ ફોરવર્ડ કરી દો છો. આ બિનઅધિકૃત ગણાય. બીજાની સહી કરી જે તે ફાયદો મેળવવાનો આપનો પ્રયત્ન હોય એ બિનઅધિકૃત તેમજ ગુનાહિત છે. ચેકબુક ઉપર પણ આવી સહી ન કરવી. આપને એ હોશિયારી ચતુરાઈ લાગે પણ ગુનો બને છે.

બિન આધાર (નિરાધાર) સિગ્નેચર

નકારાત્મકતામાંથી હકારાત્મક્તામાં કયારેય ન આવી શકો એવી સિગ્નેચરને આપ આધાર ન આપો તો ગ્રહોના કિરણો ક્યાંય એકઠાં થતાં નથી અને કોઈ વિશેષ ફાયદો પણ આપતા નથી. એવી સિગ્નેચર કરવાનો કોઈ અર્થ જ નથી કે જે કર્મદ્વારા લાભ લઈ ઉન્નતિના માર્ગે ઉપર લાવે. સિગ્નેચર નીચે આધાર આપવાથી એનું મહત્ત્વ વધી જાય છે. દા.ત. આપની પ્રેમિકા પત્ર લખી કેટલાક વાક્યો નીચે લાઈન દોરે તો એના તરફ વધુ ધ્યાન જાય છે અને એ બાબત મહત્ત્વની હોવાથી લાઈન દોરવામાં આવે છે.

અસ્તવ્યસ્ત હસ્તાક્ષર

હસ્તાક્ષરમાં કંઈપણ ન સમજાય. ન વંચાય કે અર્થઘટન કરી શકાય એ પ્રકારનું ફકત આડા ઊભી લીટા જેવું જ લખીને સહી કરવાથી આવેલી સિદ્ધિ પણ ખેંચાઈ જાય છે કરોડપતિમાંથી રોડપતિ બનતાં વાર નથી લાગતી. સિગ્નેચર સમજી શકાય, વાંચી શકાય તથા ગ્રહોની સાથે મળે એ રીતે લખવી જોઈએ. અસ્તવ્યસ્ત સિગ્નેચરનો દાખલો.

શું લખ્યું? શા માટે લખ્યું? આ સહી છે?

સદાબહાર અદાકાર સિગ્નેચર પૃથ્થકરણ “અમિતાભ બચ્ચનનું”

અમિતાભ બચ્ચનની સિગ્નેચરમાં પોતાનું આખું નામ અને અટક સંપૂર્ણપણે લખે છે. એ વાંચી શકાય એવી અને લાક્ષણિક રીતે લખે છે ‘છ’ અને ’B‘ બંને “Broad” અને “Big” લખે છે જેથી એમની પર્સનાલિટી આ ઉંમરે પણ “Broad અને Big” અને અદાકારી “Bold અને Beautiful” થાય છે. એક હજાર વર્ષમાં એકાદ આવી હસ્તી પેદા થતી હોય છે. ભાષાશુદ્ધિ અભિપ્રાય શુદ્ધિ અને મનશુદ્ધિની ત્રિવેણીસંગમનો આ “અદાકારી કળશ” વૈભવ અને સરસ્વતિની એક સરખી કૃપા પ્રાપ્ત થઈને તૈયાર થયો છે અને સંઘર્ષ પણ અચૂક કરી સ્વપ્રયત્ને છ અને B (સૂર્ય અને ચંદ્ર)ના આધારે તૈયાર થયેલું આ વીરલ વ્યક્તિત્વ ૫૦ વર્ષથી ફિલ્મજગતમાં સર્વપ્રિયતાને પ્રાપ્ત થયું છે. અમિતાભ બચ્ચનની સિગ્નેચરમાં વળાંક જે રીતે લખાયાં છે એ એમની વ્યક્તિગત ચાતુર્યભરી બુદ્ધિપ્રતિભા દર્શાવે છે અને સિગ્નેચર નીચે લખાતાં બે “ટપકાં” જીવનભરની જવાબદારીઓ વહન કરવાની તૈયારી અને ઈચ્છા પ્રર્દિશત કરે છે.

અમિતાભ બચ્ચનનો સૂર્ય અદાકારીમાં તો આથમવા પહેલાં ફરી ઉદય કરી ગયો છે અને અતિપ્રકાશમાન બની ગયો છે. સ્વાસ્થ્ય સિવાય અન્ય પ્રશ્ન આ ઉંમરમાં દેખાતો નથી.

– પં.વ્રજકિશોર ધ્યાની

[email protected]