hantavirus-spreads-from-rats-symptoms-are-almost-same-like-coronavirus covid 19
  • Home
  • Featured
  • સાપ કે ચામાચીડિયાથી નહીં ઉંદરથી ફેલાય છે ‘હંતા વાયરસ’, જાણી લો તેના લક્ષણ

સાપ કે ચામાચીડિયાથી નહીં ઉંદરથી ફેલાય છે ‘હંતા વાયરસ’, જાણી લો તેના લક્ષણ

 | 3:31 pm IST

કોરોના વાયરસ બાદ હવે ચીનમાં હંતા વાયરસે દહેશત મચાવી છે. જેનાથી ત્યાંના યુનાન પ્રાંતમાં એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે. સોશિયલ મીડિયા પર #HantaVirus ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે. હવે મહામારી બની ચુકેલા કોરોના વાયરસથી આખી દુનિયા પહેલા થી જ પરેશાન છે. અને તે પણ ચીનથી જ દુનિયાભરમાં ફેલાયો છે એવામાં એક નવા વાયરસના આવવાથી લોકો દહેશતમાં છે. આ બીમારી ફેલાવવાને લઇને પણ અનેક પ્રકારના અનુમાન લગાવવામાં આવી રહ્યા છે એવામાં ભ્રમની સ્થિતિ પેદા થઇ શકે છે. આવો જાણીએ આખરે હંતા વાયરસ ફેલાય કેવી રીતે છે અને તેનાથી બચવા શુ ઉપાય છે.

કોરોના વાયર અંગે પહેલા અનુમાન લગાવવામાં આવતું હતું કે તે સાંપ કે ચામાચિડિયા ખાવાથી ફેલાય છે. હંતા વાયરસને લઇને પણ કઇક એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પરંતુ અમે તમને જણાવી દઇએ કે તે સાંપ કે ચામાચિડિયાથી નહીં પરંતુ ઉંદરથી ફેલાય છે.

કોરોના વાયરસથી જેમ હંતા વાયરસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાતો નથી. પરંતુ તેના ચેપ અંગે જાણવા માટે ડોક્ટરોને એક થી આઠ અઠવાડિયાનો સમય લાગે છે. જ્યારે કોરોના વાયરસના સંક્રમણ અંગે ખબર કરવા વધારે 14-15 દિવસનો સમય લાગે છે.

હંતા વાયરસના લક્ષણ કોરોના વાયરસની જેમ છે. જો કોઇ વ્યક્તિ આ વાયરસથી સંક્રમિત છે તો તેને તાવ, શરદી, શરીરનો દુખાવો અને ઉલટી જેવી સમસ્યા થઇ શકે છે. તે સિવાય શ્વાસ લેવામાં પણ સમસ્યા હોય શકે છે. તેનાથી સંક્રમિત વ્યક્તિની જ્યારે હાલત ખરાબ થાય છે. તે તેના ફેફસામાં પાણી ભરવા જેવી સમસ્યા પણ થઇ શકે છે.

કોરોના વાયરસની જેમ હંતા વાયરસની કોઇ નવી બીમારી નથી પરંતુ તેની શરૂઆત 20મી સદીમાં થઇ હતી. વર્ષ 1993માં અમેરિકામાં આ બીમારીની જ્યારે ઘ્યાન રાખવાનું શરૂ કરવામાં આવ્યું તો જાન્યુઆરી 2017 સુધી હંતા વાયરસના કુલ 728 મામલા સામે આવ્યા. આ સેન્ટર ફોર ડિજિજ કંટ્રોલ એન્ડ પ્રિવેંશનનો આંકડો છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ દક્ષિણ અમેરિકા દક્ષિણ છેડા પર સ્થિત પેટાગોનિયામાં 28 ઓક્ટોબર 2018થી 20 જાન્યુઆરી 2019 સુધી હંતા વાયરસના કુલ 29 મામલા સામે આવ્યા હતા જેમાથી 11 લોકોના મોત પણ થયા હતા તે બાદ અર્જેટીનાએ તેના નાગરિકો માટે યાત્રા ચેતવણી પણ જારી કરી હતી.

સેન્ટર ફોર ડિજિજ કંટ્રોલ એન઼્ડ પ્રિવેંશનની માનીએ તો હંતા વાયરસમાં મૃત્યુ દર 38 ટકા હોય છે. કોરાનાની જેમ આ બીમારીનો પણ કોઇ વિશેષ ઇલાજ નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. તેનાથી બચવાનો ઉપાય છે કે ઉંદરના મળ-મુત્ર કે લાળને અડવાથી બચો અને જો ભૂલથી અડી પણ ગયા તો હાથ ને સારી રીતે હાથને સાબુથી ધુઓ. જેથી વાયરસ જીવીત ન રહે અને હંતા વાયરસથી સંક્રમણની કોઇ સંભાવના ન રહે, તે સિવાય સેનેટાઇઝરનો પણ ઉપયોગ કરી શકો છો.

આ પણ જુઓ : પ્રેમી પંખીડાએ લગાવી દીધો ગળાફાંસો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન