Hanuma Vihari Savage Reply to MP Babul Supriyo on His Tweet
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • હનુમા વિહારીએ એક જ શબ્દમાં સાંસદ બાબુલની બોલતી બંધ કરી, અશ્વિન પેટ પકડીને હસ્યો

હનુમા વિહારીએ એક જ શબ્દમાં સાંસદ બાબુલની બોલતી બંધ કરી, અશ્વિન પેટ પકડીને હસ્યો

 | 8:13 pm IST
  • Share

ઓસ્ટ્રેલિયા સામે સિડની ટેસ્ટ (Sydney Test)માં ઈજાગ્રસ્ત ભારતીય બેટ્સમેનોના જુસ્સાને દેશવાસીઓ સલામ કરી રહ્યા છે. ગંભીર ઈજાઓ હોવા છતાં પણ ભારતીય ખેલાડીઓએ કપરાં સંજોગોમાં ટીમ ઈન્ડિયાની હાર થતાં બચાવી લીધી હતી અને મેચ ડ્રો કરી હતી. આર અશ્વિન અને હનુમા વિહારીએ (Hanuma Vihari) ભારતની લાજ રાખી હતી. પણ આ વાત ભાજપનાં સાંસદ બાબુલ સુપ્રિયોને (Babul Supriyo) ન ગમી. અને તેણે હનુમા પર ક્રિકેટની હત્યા કરી હોવાનો આરોપ મુક્યો. પણ બે જ શબ્દોમાં વિહારીએ બાબુલની બોલતી બંધ કરી દીધી હતી.

ભાજપના સાંસદ બાબુલ સુપ્રિયોએ ટ્વીટ કરીને લખ્યું કે, સાત રનો માટે 109 બોલ રમ્યા. હનુમા બિહારીએ ઐતિહાસિક જીત હાંસલ કરવા માટે ન ફક્ત ભારતની કોઈપણ સંભાવનાને મારી નાખી, પણ ક્રિકેટની પણ હત્યા કરી દીધી છે. ભાજપ સાંસદે આગળ લખ્યું કે, હું જાણું છું કે ક્રિકેટ વિશે મને કાંઈપણ ખબર નથી.

પણ સુપ્રિયોની આ કોમેન્ટ ફેન્સને તો ન જ ગમી. તેઓએ સુપ્રિયોની આકરી ઝાટકણી કાઢી હતી. અને તેઓને રાજનીતિમાં જ ધ્યાન આપવા માટેની સલાહ પણ આપી દીધી હતી. તો આ બાદ હનુમા વિહારીએ પણ બાબલ સુપ્રિયોની ટ્વીટ પર કોમેન્ટ કરી હતી. પણ તેણે ગુસ્સામાં નહીં ફક્ત બે જ શબ્દોથી બાબુલની બોલતી બંધ કરી દીધી હતી. હનુમા વિહારીએ ટ્વીટ કરતાં લખ્યું કે ‘હનુમા વિહારી’. તમને જણાવી દઈએ કે બાબુલે પોતાની ટ્વીટમાં હનુમા પાછળ બિહારી લખ્યું હતું.

હનુમાના આ જવાબથી હજારો ફેન્સમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. અને આનાથી જોરદાર જવાબ બીજો કોઈ ન હોઈ શકે. કેમ કે હનુમા વિહારીના આ રિપ્લાયને 36 હજારથી વધુ લોકોએ લાઈક કર્યું હતું અને 10 હજારથી વધુ લોકોએ રિટ્વીટ કર્યું હતું. હનુમાના રિપ્યાલ પર અશ્વિને પણ કોમેન્ટ કરી હતી. અને પેટ પકડીને હસી પડ્યો હતો.

આ વીડિયો પણ જુઓઃ ગુજરાત વાહન વ્યવહાર વિભાગે જાહરે કર્યું જાહેરનામું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન