ભગવાન હનુમાનને લઈને BJPના ધારાસભ્યએ આપ્યું વિચિત્ર નિવેદન - Sandesh
  • Home
  • India
  • ભગવાન હનુમાનને લઈને BJPના ધારાસભ્યએ આપ્યું વિચિત્ર નિવેદન

ભગવાન હનુમાનને લઈને BJPના ધારાસભ્યએ આપ્યું વિચિત્ર નિવેદન

 | 4:43 pm IST

રાજસ્થાનના અલવરથી ભાજપના ધારાસભ્ય જ્ઞાન દેવ આહૂજાએ ભગવાન હનુમાનને લઈને વિચિત્ર પ્રકારનું નિવેદન આપ્યું છે. તેમને કહ્યું છે કે, ભગવાન હનુમાન દુનિયાના પહેલા આદિવાસી હતા.

આહૂજાએ જણાવ્યું હતું કે, હનુમાને આદિવાસિઓ વચ્ચે પરમપુજનીય એટલા માટે છે કેમ કે તેમણે આદિવાસીઓને એકત્રીત કરી એક સેના બનાવી હતી જેને ભગવાન રામે પોતે જ તૈયાર કરી હતી.

ધારાસભ્યએ જ્ઞાનદેવ તેમના વિચિત્ર નિવેદનોને લઈને પંકાયેલા છે. પાર્ટી ઓફિસમાં પત્રકારો સાથે વાતચીત કરતા અહુજાએ જણાવ્યું હતું કે, 2 એપ્રિલે દલિત સંગઠનો દ્વારા ભારત બંધ આંદોલન દરમિયાન હનુમાનજીના એક ફોટાનું અપમાન કરવાનો વીડિયો જોઈને મને ખુબ જ દુખ થયું. તેમણે ભાજપના સાંસદ કિરોડીલાલ મીણા સાથે પણ વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, તમે એક આદિવાસી છે, તેમ છતાં હનુમાનજીનું સન્માન નથી કરતાં.

જ્ઞાનદેવે કહ્યું હતું કે, આદિવાસીઓ ભગવાન હનુમાનને પુજે છે. હું નથી જાણતો કે હનુમાનના ફોટાનું અપમાન કેમ કરવામાં આવ્યું, આ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, ભગવાન હનુમાન દુનિયાના પહેલા આદિવાસી છે. તેમણે જ આદિવાસીઓની એક સેના બનાવી હતી જેને ભગવાન રામે પોતે ટ્રેનિંગ આપી હતી.