Hanuman's Temple, located on the confluence of three rivers,
  • Home
  • Featured
  • ત્રણ નદીઓના સંગમ પર સ્થિત છે હનુમાનજીનું મંદિર, દર્શન માત્રથી થશે દુ:ખ દૂર

ત્રણ નદીઓના સંગમ પર સ્થિત છે હનુમાનજીનું મંદિર, દર્શન માત્રથી થશે દુ:ખ દૂર

 | 8:45 am IST

આમ તો ભારતભરમાં અનેક મંદિરો રામ ભક્ત હનુમાનના આવેલા છે…પરંતુ એક સાથે ત્રણ નદીઓના સંગમ પર સ્થિત હનુમાનજીનું મંદિર કોઇ સ્થાને જવલ્લે જ જોવા મળે છે ત્યારે આજે ભક્તિ સંદેશમાં આપણે દર્શન કરીશું આવા જ એક કલ્યાણકારી હનુમાન મંદિરના કે જે ત્રણ નદીઓના સંગમ પર સ્થિત છે અને આ મંદિરમાં ખુબ જ અનોખી જોવા મળી રહી છે હનુમાનજીની મુર્તિ..આવો ત્યારે જાણીએ ક્યાં સ્થિત છે આ મંદિર અને કેવી છે લોકોની આ મંદિર પ્રત્યે શ્રદ્ધા

બડે હનુમાન મંદિર નદીઓનાં સંગમ પાસે આવેલુ છે. આ મંદિરમાં હનુમાનજીની મૂર્તી વીર મુદ્રામાં છે. જેનાં મોટા હાથ અને બળવાન શરીર છે. હનુમાન ભક્ત આ હનુમાન પ્રતિમાને નીહાળીને વીરરસનો અનુભવ કરે છે. આ મંદિર તીર્થરાજ પ્રયાગની નજીક ત્રણ મહાનદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનાં સંગમ પર છે. હનુમાનજીનાં જમણા પગની નીચે અહિરાવન અને ડાબા પગની નીચે અહિરાવનની આરાધ્ય દેવી કમાદા દેવી છે. આ મૂર્તીની પાસે શ્રી રામ અને લક્ષ્મણજીની મૂર્તીઓ આવેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન