સુખનો આધાર તેનો ઇરાદો - Sandesh

સુખનો આધાર તેનો ઇરાદો

 | 3:07 am IST

તંત્રી સ્થાનેથી ।

જોમાણસ સુખી થવા માગતો હોય તો સુખી થઈ શકે છે. તેનો ઇરાદો જો સુખ મેળવવાનો હોય તો જરૂરથી સુખ મેળવી શકે છે. `Where there is a will there is a way’

કોઈપણ વસ્તુ કરવામાં, કે મેળવવામાં ઇરાદાનું મહત્ત્વ બહું છે. પાક્કો ઇરાદો તમારી ઇચ્છાને પૂર્ણ કરીને જ રહે છે. માણસ પોતાના ઇરાદાને ઇચ્છા પ્રમાણે જ વર્તતો હોય છે.

માણસે કરવાના કામો અનેક અને અટપટા હોય છે અને સમયની અનેક પળે તેની સામે અને વિકલ્પ ઊભા થયેલા હોય છે. કામ કરું કે આરામ કરું ? રસોઈ કરું કે કપડાં ધોઉં ? આમાંથી માણસે કોઈ એક પસંદગી કરવાની હોય છે અને એ જે નિર્ણય કરે છે, તેના પર તેના ભાવિના સુખનો આધાર રહેલો છે.

જે કામ પોતાના સુખ કે સંતોષ માટે કર્યું જ ન હોય, તે સુખ કઈ રીતે આપી શકે ? માટે કામ દેખાડા કે બીજા શું વિચારશે તેમ તેને ધ્યાન ન આપતા, પોતાના સંતોષનો વિચાર કરવો.

આપણે કયું કામ કરીએ છીએ, એ કરતાં પણ આપણે એ કામ શા માટે, કેવા ઔઇરાદાથી કરીએ છીએ, એ વધુ અગત્યનું છે.

માણસના સુખનો આધાર મુખ્યત્વે તેના વર્તન અને એની ઇચ્છા ઉપર હોય છે. ઘણી વખત સુખી થવાના ઇરાદાને બદલે ઇર્ષાથી, વેરથી, દેખા દેખીથી, બીજાને પાછા પાડી દેવાના ઇરાદાથી એ અનેક કામો કરે છે. બીજાનું બૂરું કરવાનું વિચારે છે. આમ કરવાથી તે બીજાનું બૂરું તે ભાગ્યે જ કરી શકે છે, પરંતુ પોતાનું સારું કરવાનો સમય તે આ રીતે ગુમાવી દે છે.

માણસના સુખનો આધાર તે કયા સમયે, કયું કામ, કેવા ઇરાદાથી કરે છે, તેના પર છે. જે કામ તે સુખ મેળવવા માટે કરે છે, તેમાં દરેક વખતે એને સુખ મળશે જ એવું નથી. પરંતુ જે કામ, એ સુખ મેળવવાના ઇરાદાથી કરતો નથી એમાંતો સુખ પ્રાપ્ત થઈ શકતું જ નથી. માટે પોઝિટિવ ઇરાદો સુખ પ્રાપ્તિ માટે રાખો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન