HDFCના ગ્રાહકો માટે ખુશીના સમાચાર, આ સ્કીમ પર મળશે વધુ વ્યાજ - Sandesh
  • Home
  • Business
  • HDFCના ગ્રાહકો માટે ખુશીના સમાચાર, આ સ્કીમ પર મળશે વધુ વ્યાજ

HDFCના ગ્રાહકો માટે ખુશીના સમાચાર, આ સ્કીમ પર મળશે વધુ વ્યાજ

 | 2:24 pm IST

HDFC બેંકના ગ્રાહકો માટે ખુશખબર છે. બેંક હવે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વધારે વ્યાજ આપશે. ભારતીય રિઝર્વ બેંકના રેપોરેટ વધાર્યા બાદ HDFC બેંકએ આ નિર્ણય લીધો છે. હવે એફડી પર 60 બેસિસ પોઇન્ટ એટલે કે 0.60 ટકા વધારે વ્યાજ મળશે. HDFC બેંકની વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચના અનુસાર સંશોધિત વ્યાજ દર 6 ઓગષ્ટે લાગૂ થઇ ગઇ છે. ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજદરોમાં વૃદ્ધિથી લોન દર પર પણ દબાણ વધશે. બેંકએ છ મહિનાથી લઇ પાંચ વર્ષની ફિક્સ ડિપોઝિટ પર વ્યાજદરોમાં વૃદ્ધિ કરી છે. છ મહિનાથી લઇ નવ મહિના સુધીની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર 0.40 ટકા વધારી 6.75 ટકા કરી છે.

બેંકની વેબસાઇટ પર આપવામાં આવેલી સૂચના અનુસાર, ત્રણ મહિનાથી ઓછી એફડી પર મિળનાર વ્યાજદરોમાં કોઇ પણ પ્રકારની વૃદ્ધિ કરવામાં આવી નથી. એફડીના વ્યાજદરોમાં 10 બીપીએસથી ળઇ 60 બીપીએસની વૃદ્ધિ કરવામાં આવી છે. 6 ઓગષ્ટ 2018થી બેંકના ગ્રાહકોને આ દર પ્રમાણે વ્યાજ મળશે.

6 મહિનાથી લઇ 5 વર્ષ વચ્ચેની એફડી પર કેટલું વ્યાજ
બેંકે 6 મહિના એક દિવસથી 5 વર્ષો વચ્ચે પરિપક્વતાવાળી અવધિમાં જમા (ટર્મ ડિપોઝિટ) પર વ્યાજ દરમાં વૃદ્ધિ કરી છે. છથી નવ મહિનાની પરિપક્વતાવાળી જમા પર 6.75 ટકાનું વ્યાજ મળશે. જે પહેલાની તુલનામાં 0.40 ટકા વધારે છે.

1 વર્ષથી ઓછી ડિપોઝિટ પર કેટલા ટકા વ્યાજ
નવ મહિના ત્રણ દિવસની લાંબી અવધિથી લઇ એક વર્ષથી ઓછી અવધિની પરિપક્વતાવાળા ડિપોઝિટ પર વ્યાજદર 0.60 ટકા વધારવામા આવ્યું છે, જ્યારે એક વર્ષવાળી પરિપક્વતાવાળા ડિપોઝિટ પર 0.40 ટકા વધારીને 7.25 ટકા કરવામાં આવી છે.

બે વર્ષથી વધારે પર કેટલો ફાયદો
બે વર્ષ એક દિવસથી લઇ પાંચ વર્ષની અવધિ પર જમા માટે વ્યાજદરોને 0.10 ટકા વધારવામા આવ્યા છે. તમને જણાવી દઇએ કે, ભારતીય રિઝર્વ બેંકે મોંઘવારી વધવાની ચિંતાને લઇ ગત અઠવાડિયે રેપો રેટમાં 0.25 ટકા વધારીને 6.5 ટકા કરી દીધું છે.