અનોખી મુસ્કાનથી ફેમસ થયેલા શશીકપૂરના જન્મદિવસ પર જાણો તેમની અજાણી વાતો - Sandesh
NIFTY 10,565.30 +39.10  |  SENSEX 34,427.29 +95.61  |  USD 65.7900 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • અનોખી મુસ્કાનથી ફેમસ થયેલા શશીકપૂરના જન્મદિવસ પર જાણો તેમની અજાણી વાતો

અનોખી મુસ્કાનથી ફેમસ થયેલા શશીકપૂરના જન્મદિવસ પર જાણો તેમની અજાણી વાતો

 | 1:07 pm IST

આજે એટલે 18 માર્ચે સદાબહાર હિરો શશીકપૂરનો જન્મદિવસ છે. આ હેન્ડસમ શશીકપૂર 79 વર્ષના થયા છે. શશીકપૂર પોતાની ખાસ મુસ્કાન માટે પણ જાણીતા હતા, તેમનો એક અંદાજ જોવા માટે તેમની ફિલ્મ ‘જબ જબ ફુલ ખીલે’નું સોન્ગનું ‘એક થા ગુલ ઓર એકથી બુલબુલ’માં તેમની મુસ્કાન જોઈને લોકો તેમના ફેન બની ગયા હતા. આવો જાણીએ તેમના વિશેની ખાસ વાતો.

1. હિન્દી સિનેમાના પિતામહ પૃથ્વીરાજ કપૂરના ઘરે 18 માર્ચ, 1938ના દિવસે શશી કપૂરનો જન્મ થયો. પૃથ્વીરાજના ચાર બાળકોમાંથી શશી કપૂર સૌથી નાના છે. તેમની માંનું નામ રામશરણી કપૂર હતું.

2. આકર્ષક વ્યક્તિત્વવાળા શશીકપૂરનું બાળપણનું નામ બલવીર કપૂર હતું. બાળપણથી જ એક્ટિંગનું શોખ ધરાવતા શશીકપૂર સ્કૂલમાં જ નાટકોમાં ભાગ લેવા માંગતા હતા, પરંતુ તેમની ઈચ્છા ત્યાં પુરી થઈ નહતી. પરંતુ તેમને આ તક તેમના પિતાના પૃથ્વી થિયેટર્સમાં જ મળ્યો હતો.

3. શશીએ એક્ટિંગમાં પોતાના કરિયરની શરૂઆત 1944માં પોતાના પિતા પૃથ્વીરાજ કપૂરના પૃથ્વી થિએટરના નાટક ‘શંકુતલા’થી શરૂ કર્યું. તેમને ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગની શરૂઆત બાળ કલાકારના રૂપમાં કરી હતી.

4. લગ્નની બાબતમાં પણ તેઓ અલગ જ નિકળ્યા. પૃથ્વી થિયેટરમાં કામ કરતી વખતે તેઓ ભારત યાત્રાએ આવેલ ગોદફ્રે કેન્ડલના થિયેટર ગ્રુપમાં ‘શેક્સપિયેરાના’માં સામેલ થઈ ગયા હતા. થિયેટર ગ્રુપમાં કામ કરીને તેમને દુનિયાભરની યાત્રા કરી અને ગોદફ્રેની પુત્રી જેનિફર સાથે કેટલાક નાટકોમાં કામ કર્યુ. આ દરમિયાન શશી અને જેનિફરને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો અને શશીએ 20 વર્ષની ઉંમરમાં તેમનાથી ત્રણ વર્ષ મોટી જેનિફર સાથે લગ્ન કરી લીધા હતા. કપૂર ખાનદાનમાં આ રીતના પહેલા લગ્ન હતા.

5. શ્યામ બેનેગલ, અપર્ણા સેન, ગોવિંદ નિહલાની, ગિરીથ કર્નાડા જેવા દિગ્ગજ ફિલ્મકારોના નિર્દેશનમાં જૂનૂન, કલયુગ, 36 ચોરંગી લેન, ઉત્સવ જેવી ફિલ્મો બનાવી છે. જોકે, આ ફિલ્મો વધારે ચાલી નહતી પરંતુ તેની ચારે બાજુ પ્રશંસાઓ થઈ હતી.

6. શશી કપૂર ભારતના પહેલા એવા એક્ટર્સ છે જેમણે આંતરાષ્ટ્રીય સ્તર પર બ્રિટીશ અને અમેરિકન ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમને હાઉસહોલ્ડર, શેક્સપિયર વાલા, બોમ્બે ટોકિઝ અને હીટ અનેડ ડસ્ટ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે.

7. હિન્દી સિનેમાં તેમના યોગદાનને જોતા શશીકપૂરને દાદા સાહેબ ફાલ્કે પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

8. પોતાની ફિલ્મ જનૂન માટે અને નિર્માતા તરીકે તેમણે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. ‘ન્યૂ ડેલ્હી ટાઈમ્સ’માં એક્ટિંગ માટે તેમને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત 2011માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

9. શશી કપૂરને તેમની ફિલ્મ ‘જબ જબ ફુલ ખિલે’ માટે બેસ્ટ એક્ટર્સ, બોમ્બે જર્નલિસ્ટ એશોસિએશન એવોર્ડ અને ફિલ્મ મુહાફિજ માટે સ્પેશ્યલ જ્યુરીનું એવોર્ડ પણ મળ્યો હતો.

10. હાલમાં શશી કપૂર બોલિવૂડથી લગભગ સન્યાસ લઈ ચૂક્યા છે. વર્ષ 1998માં આવેલી ફિલ્મ જિન્ના તેમના કરિયરની છેલ્લી ફિલ્મ માનવામાં આવી રહી છે.

11. શશી કપૂરે વિદેશી અભિનેત્રી જેનિફર કેન્ડલ સાથે લગ્ન કર્યા હતાં.જેનિફર અને શશીને ત્રણ સંતાનો થયા-કુણાલ,કરણ અને સંજના કપૂર.ત્યાર બાદ સંજનાએ આદિત્ય ભટ્ટાચાર્ય સાથે પહેલા અને તેનાથી અલગ થઈ ફોટોગ્રાફર વાલ્મિક થાપર સાથે લગ્ન કર્યા. જ્યારે દીકરા કરણે બોલિવૂડમાં સફળતા ન મળતા ફોટોગ્રાફીમાં કરિયર બનાવી છે. તેને એક દીકરો ઝેક અને દીકરી આલિયા છે.