46 વર્ષની થઇ મંદિરા બેદી, બૉલ્ડ ફોટો અને બૉલ્ડ સ્ટેટમેન્ટને કારણે રહે છે લાઇમલાઇટમાં - Sandesh
NIFTY 11,429.50 -41.20  |  SENSEX 37,869.23 +-155.14  |  USD 68.8250 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • 46 વર્ષની થઇ મંદિરા બેદી, બૉલ્ડ ફોટો અને બૉલ્ડ સ્ટેટમેન્ટને કારણે રહે છે લાઇમલાઇટમાં

46 વર્ષની થઇ મંદિરા બેદી, બૉલ્ડ ફોટો અને બૉલ્ડ સ્ટેટમેન્ટને કારણે રહે છે લાઇમલાઇટમાં

 | 12:14 pm IST

બોલિવુડ અભિનેત્રી મંદિરા બેદી આમ તો સિલ્વર સ્ક્રીનથી ઘણા સમયથી દૂર છે, પરંતુ જે વાત તેને લાઇમલાઇટમાં રાખે છે તે છે તેની બૉલ્ડ ફેશન અને બૉલ્ડ સ્ટેટમેન્ટ. 15 એપ્રિલ 1972માં કોલકાતામાં જન્મેલી મંદિરા બેદી પોતાનો 46મો જન્મદિવસ મનાવી રહી છે. આવામાં અમે તમારા માટે તેની કેટલીક તસવીરો લાવ્યા છીએ જેને કારણે તે લાઇલાઇટમાં રહે છે. મંદિરા બેદીએ એંકર તરીકે આઇપીએલ સીઝન-3નું કવરેજ કર્યું હતું. આ દરમિયાન તેણે પહેરેલી સાડીઓને કારણે તે ઘણી જ પૉપ્યુલર થઇ હતી. ઉલ્લેખનીય છે કે 2014માં તેણે પોતાનો સાડીનો શૉરૂમ પણ લૉન્ચ કર્યો હતો.

મંદિરા બેદીએ 14 ફેબ્રુઆરી 1999માં ફિલ્મ મેકર રાજ કૌશલ સાથે લગ્ન કર્યા હતા. તેમને વીર નામનો એક દીકરો છે. મંદિરા પોતાના બૉલ્ડ સ્ટેટમેન્ટ આપવા માટે પણ જાણીતી છે. તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં યૌન શોષણ મુદ્દે પોતાનો વિચાર રાખતા કહ્યું હતું કે, “આ ત્યારે જ શક્ય બને છે જ્યારે બીજુ વ્યક્તિ પણ સમાધાન કરવા માટે તૈયાર હોય છે. આ હંમેશા બંને તરફ હોય છે. હું 24 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છું. મને કોઇએ પણ આવી ઑફર નથી આપી. હું એ જગ્યા પર નથી કે કોઇ મને સારા કામ માટે બદલામાં કંઇક ફેવર આપવા માટે પુછે.’