Happy Birthday PM Narendra Modi Smartphone and Sim Card Details
  • Home
  • Featured
  • PM મોદી કંઇ કંપનીનો સ્માર્ટફોન અને સિમ કાર્ડનો કરે છે ઉપયોગ? જાણો એક ક્લિક પર

PM મોદી કંઇ કંપનીનો સ્માર્ટફોન અને સિમ કાર્ડનો કરે છે ઉપયોગ? જાણો એક ક્લિક પર

 | 9:19 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 69મો જન્મદિવસ છે. પીએમ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતમાં પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. આ અવસર પર મોદીનો ચાહકવર્ગ તમામ કાર્યક્રમોનું આયોજન કરશે. તેમની સાથે જોડાયેલી દિલચસ્પ અને ખાસ વાતનો પણ ઉલ્લેખ કરશે. આ જ ખાસ વાતોમાંથી એક નરેન્દ્ર મોદીનો મોબાઇલ ફોન અને સિમ કાર્ડ. શું તમે જાણો છો કે વડાપ્રધાન કયો સ્માર્ટફોન અને સિમકાર્ડનો ઉપયોગ કરે છે. આવો અમે તમને તેમના જન્મદિવસ પણ આ અંગે જણાવીએ…

ટોપ-એન્ડ આઇફોનનો ઉપયોગ કરે છે પીએમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એપલ ફેમિલીના સ્માર્ટફોનનો ઉપયોગ કરતાં દેખાય છે. 2018મા ચીન અને દુબઇની ઓફિશિયલ વિઝિટ દરમ્યાન મોદી એપલના iPhone 6 સીરીઝ સ્માર્ટફોન સાથે દેખાયા હતા. સુરક્ષા સાથે જોડાયેલા કારણોના લીધે પીએમ માત્ર ટોપ-એન્ડ એપલ ડિવાઇસીસીનો જ ઉપયોગ કરે છે. એપલે iPhone 6 સીરીઝની અંતર્ગત iPhone 6 , iPhone 6 Plus , iPhone 6S , અને iPhone 6S Plus સ્માર્ટફોન બજારમાં ઉતાર્યો છે.

આ કંપનીનું સિમ યુઝ કરે છે મોદી

પીએમ મોદીના સિમ કાર્ડની માહિતી દુનિયાને લગભગ બે વર્ષ પહેલાં મળી હતી. જો કે લગભગ બે વર્ષ પહેલાં મોદીએ પોતાના મોબાઇલનો સ્ક્રીનશૉટ શેર કર્યો હતો. આ સ્ક્રીનશૉટમાં વોડાફોનનું નેટવર્ક દેખાયું, તેના પરથી મનાય છે કે મોદી વોડાફોનના સિમ કાર્ડનો ઉપયોગ કરે છે.

મોદી કેબિનેટમાં ગૃહમંત્રી અમિત શાહ પીએમના મિત્ર અને તેમના નજીકના લોકોમાંથી એક છે. મોદીના જન્મદિવસના અવસર પર અમે શાહના સ્માર્ટફોન અંગે પણ આપને જણાવીએ. અમિત શાહ હાલ એપલનો લેટેસ્ટ iPhone XS ઉપયોગ કરી રહ્યા છે. એપલે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો.

આ વીડિયો પણ જુઓ – PM મોદીએ નર્મદાના નીરના કર્યા વધામણાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન