'ધ વોલ' બર્થડે સ્પેશ્યલ : પોતાની 286 ટેસ્ટ ઈનિંગમાં એકપણ વખત જીરો રને થયા નથી આઉટ - Sandesh
NIFTY 10,558.50 +32.30  |  SENSEX 34,394.63 +62.95  |  USD 65.7675 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ‘ધ વોલ’ બર્થડે સ્પેશ્યલ : પોતાની 286 ટેસ્ટ ઈનિંગમાં એકપણ વખત જીરો રને થયા નથી આઉટ

‘ધ વોલ’ બર્થડે સ્પેશ્યલ : પોતાની 286 ટેસ્ટ ઈનિંગમાં એકપણ વખત જીરો રને થયા નથી આઉટ

 | 4:55 pm IST

મેચની શરૂઆતની 15 મીનિટમાં તમે તે ખેલાડીની વિકેટ લેવાની કોશિશ કરો, જો ના લઈ શક્યા તો બાકીના 10 ખેલાડીઓને આઉટ કરો. આ શબ્દ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વોગના હતા અને તેમને તે શબ્દ ‘ધ વોલ’ રાહુલ દ્વવિડ માટે કહ્યાં હતા. 11 જાન્યુઆરી 1973માં ઈન્દ્રોરમાં જન્મેલા મહાન બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન રાહુલ દ્વવિડના નામે ટેસ્ટ ક્રિકેટ રમનાર બધી જ ટીમો સામે શતક ફટકારવાનો એક અનોખો રેકોર્ડ નોંધાયેલો છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ વિરોધી ટીમની સામે દિવાલની જેમ ઉભો થઈને મેચ જીતાડવી દ્વવિડની ફિતરત છે. વર્ષ 2000માં વિજડન ક્રિકેટર્સને તેમને ટોપ-5 ક્રિકેટર્સમાં જગ્યા આપી હતી. 2004માં દ્વવિડ આઈસીસીનો બેસ્ચ ટેસ્ટ ક્રિકેટરનો એવોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. ડિસેમ્બર 2011માં રાહુલ દ્વવિડને બ્રેડમેન ઓરેશન એવોર્ડ મળ્યું હતું. દ્રવિડને પદ્મ શ્રી અને પદ્મ ભૂષણ પણ મળી ચૂક્યા છે.

પહેલી મેચમાં બનાવ્યા હતા ટોટલ 3 રન

આ મહાન બેટ્સમેન, વિકેટકિપર, કેપ્ટને 3 એપ્રિલ 1996માં શ્રીલંકા વિરૂદ્ધ સિંગર કપમાં ડેબ્યુ કર્યું હતું. જોકે, આ મેચમાં તેમણે કૂલ 3 રન બનાવ્યા હતા. જોકે, આ મેચમાં 2 શાનદાર કેચ પકડ્યા હતા. તે પછીની મેચમાં પણ દ્વવિડનું પ્રદર્શન ખરાબ રહ્યું અને પાકિસ્તાન સામે તેઓ માત્ર 4 રન બનાવી શક્યા હતા.

નિકનેમ પાછળ પણ એક સ્ટોરી

આમ તો રાહુલ દ્વવિડનો જન્મ ઈન્દ્રોરમાં થયો હતો. પરંતુ તેમનો પરિવાર કર્નાટક શિફ્ટ થઈ ગયો હતો. તેમના પિતા શરદ દ્વવિડ જેમ બનાવનાર એક કંપનીમાં કામ કરી રહ્યાં હતા. તે માટે તેમનું નિકનેમ જેમી પડી ગયું હતું. સેન્ટ જોસેફ કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનથી એમબીએના અભ્યાસ દરમિયાન જ તેમનું દેશની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં સિલેક્શન થઈ ગયું હતું. તેઓ એક સ્ટેટ લેવલ હોકી પ્લેયર પણ રહી ચૂક્યા છે.

rahul-dravid-final_1451998120_1451998123_600x315

‘દાદા’ સાથે કર્યું હતું ડેબ્યું

રાહુલ દ્વવિડ અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ એક સાથે જ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ લોર્ડસમાં ટેસ્ટ મેચમાં ડેબ્યુ કર્યું હતું. આ મેચમાં નંબર સાત પર રમવા ઉતરેલ દ્વવિડે 6 કલાકથી વધારે બેટિંગ કરી હતી અને માત્ર 5 રનોથી શતક બનાવવાથી ચૂકી ગયા હતા.

ટેસ્ટમાં ક્યારેય નથી થયા 0 રને આઉટ

ઓક્ટોબર 2012 સુધી રાહુલ દ્વવિડના નામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે કેચ (બિન-વિકેટકીપર) પકડવાનો રેકોર્ડ છે. તેમણે 210 કેચ પકડ્યા છે. પોતાની 286 ટેસ્ટ ક્રિકેટમાં દ્વવિડ ક્યારે 0 રને આઉટ થયા નથી. દ્વવિડે ટેસ્ટ ક્રિકેટમાં 36 શતકો સાથે 13,288 રન અને વનડેમાં 12 શતકો સાથે 10,889 રન બનાવ્યા છે. દ્વવિડના નામે વનડેમાં બીજો સૌથી ફાસ્ટ અર્ધશતક ફટકારવાનો ભારતીય રેકોર્ડ પણ નોંધાયેલો છે.

આ માટે કહેવામાં આવે છે ‘ધ વોલ’

રાહુલ દ્વવિડ માટે એક વખત નવજોત સિદ્ધૂએ કહ્યું હતું કે, જો ટીમ માટે તૂટેલા કાચ પર પણ ચાલવાનું કહેવામાં આવે તો તેઓ ના કહેશે નહી. રાહુલ દ્વવિડ ઘણી બધી વખત મુશ્કેલ પરિસ્થિતઓમાંથી બહાર નિકાળ્યો છે. 2000-01માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલ કોલકતા ટેસ્ટ મેચમાં રાહુલ દ્વવિડ અને વીવીએસ લક્ષ્મણની રેકોર્ડ પાર્ટનરશીપને ભાગ્યે જ કોઈ ભૂલી શકશે. જેના કારણે ભારતે મેચ જીતી લીધી હતી. આ મેચમાં ભારત ફોલોઓન પર રમી રહ્યું હતું અને આ મેચમાં બંનેએ 376 રનની પાર્ટનરશીપ કરી હતી. જેના કારણે ભારત મેચ જીતવામાં સફળ રહ્યું હતું. વર્ષ 2003માં ઓસ્ટ્રેલિયાના એલિડેટમાં તેમના 233 રનોના મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં માત આપી હતી. દ્રવિડના નામે ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધારે સાડા બાર કલાકની મેરેથોન ઈનિંગ રમવાનો રેકોર્ડ પણ નોંધાયેલો છે.