Happy birthday Vidya Balan: Bollywood actor who made the hero irrelevant
  • Home
  • Entertainment
  • Bollywood
  • શાહિદ, સૈફ અને જ્હોન ત્રણેય સાથે જેનું લવ-અફેર હતું, એ અભિનેત્રીને ડાયરેક્ટરે બંધ રૂમમાં…

શાહિદ, સૈફ અને જ્હોન ત્રણેય સાથે જેનું લવ-અફેર હતું, એ અભિનેત્રીને ડાયરેક્ટરે બંધ રૂમમાં…

 | 2:56 pm IST

આજે નવા વર્ષની સાથે સાથે બોલિવૂડની સુપરહિટ હિરોઇન વિદ્યા બાલનનો જન્મ દિવસ પણ છે. મુંબઈના ચેમ્બુર પરામાં ઉછેરલી વિદ્યાનો જન્મ 1 જાન્યુઆરી 1979માં થયો હતો. વિદ્યા તામિલ બ્રાહ્મણ યુવતી છે. ફિલ્મોમાં આવતા પહેલાં એ ડબલ ગ્રેજ્યુએટ થઈ ગઈ હતી. મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં મોટી થયેલી વિદ્યાએ સાઈન કરેલી પહેલી ફિલ્મ બોલિવૂડની નહીં પણ સાઉથ ઈન્ડિયન હતી. મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર મોહનલાલ એના હીરો હતા.

જોકે વિદ્યા બાલનની ફિલ્મ વખતે જ મોહનલાલ અને આ સિનિયર ડાયરેક્ટર વચ્ચે ઝઘડો થઈ ગયો. વાત એટલી વધી ગઈ કે ફિલ્મનું શૂટિંગ જ બંધ થઈ ગયું. આ સાથે જ વિદ્યા બાલન પર એક નવું ટેગ લાગી ગયું કે આ અભિનેત્રી અપશુકનિયાળ છે. પરંતુ આ લેબલ લાંબો સમય ન ટક્યું. નિષ્ફળતાના આ અરસામાં વિદ્યાને એક મ્યુઝિક વીડિયો માટે કામ કરવાનો મોકો મળ્યો. એનું ડાયરેક્શન કર્યું હતું પ્રદીપ સરકારે. શૂટિંગ પૂરું થયું ત્યારે એમણે વિદ્યાને વાયદો કર્યો કે તેઓ તેની સાથે ફિલ્મ પણ બનાવશે.

પ્રદીપ સરકારે પોતાની પહેલી ફિલ્મ ‘પરિણીતા’ બનાવી. સૈફ અલી ખાન અને સંજય દત્ત જેવા બે હિટ હીરોની સામે આવી વગોવાઈ ગયેલી વિદ્યા બાલનને એણે કાસ્ટ કરી. જોતજોતામાં જ ફિલ્મ સુપરહિટ થઈ અને વિદ્યા બાલન રાતોરાત સ્ટાર બની ગઈ. પરંતુ વિદ્યા બાલનની પર્સનલ લાઇફ કંઈક અલગ જ રહી.

એક સમયે શાહિદ કપૂરની ગર્લફ્રેન્ડ તરીકે વિદ્યા ઉભરી આવી હતી. પાછળથી ખુલાસો થયો કે વિદ્યા શાહિદની માત્ર સારી મિત્ર હતી. કરીના કપૂર સાથે બ્રેક-અપ બાદ ભાંગી પડેલા શાહિદને વિદ્યાએ ઘણી હેલ્પ કરી હતી. આ સિવાય પરિણીતા ફિલ્મ દ્વારા સૈફ અલી ખાન સાથે બોલિવૂડ ડેબ્યુ કરનાર વિદ્યાનું નામ સૈફ સાથે પણ લવ અફેરની વાતમાં જોડાયું હતું. પરંતુ આ વાતને એ બન્નેમાંથી કોઈ સત્તાવાર રીતે સમર્થન નથી આપ્યું.

બિપાશા પાછળ ફિદા થઈ જનાર અન્ય સ્ટાર હતો જોન અબ્રાહમ. બિપાશા બાસુ સાથેના બ્રેક-અપ બાદ જોન અબ્રાહમનું નામ પણ વિદ્યા સાથે જોડાયું હતું. સલામ-એ-ઇશ્કમાં વિદ્યા અને જોનની હોટ કેમિસ્ટ્રી જોવા મળી. એટલે બધું ભેગું કરીને જોવા જઈએ તો વિદ્યા બાલન પાછળ બોલિવૂડના શાહિદ, સૈફ અને જોન જેવા ત્રણેય હિરો ઘેલા હતા. ઉલ્લેખનીય છે કે, વિદ્યાએ યૂટીવી મોશનના સીઈઓ સિદ્ધાર્થ રોય કપૂર સાથે 2012માં લગ્ન કર્યા.

એ સિવાય એક ઈન્ટરવ્યૂમાં કાસ્ટિંગ કાઉચ પર વાત કરતાં વિદ્યા બાલને કહ્યું હતું કે, મને યાદ છે કે એક દિવસ હું ચેન્નઈમાં કામ માટે એક ડાયરેક્ટરને મળવા ગઈ હતી. મેં તેને કહ્યું હતું કે, ચાલો ક્યાંક બહાર જઈને કોફી શોપમાં બેસીએ અને ત્યાં જ વાતચીત કરીએ. પરંતુ તે તો મને વારંવાર એક રૂમમાં જવાનું કહી રહ્યો હતો. તે કહી રહ્યો હતો કે મારે તારી સાથે વાત કરવી છે અને આપણે એક રૂમમાં જઈએ તો જ સારૂ રહેશે. વિદ્યાએ આગળ વાત કરી કે, હું તરત ડાયરેક્ટરનો ઈરાદા સમજી ગઈ અને હું રૂમમાં પણ ગઈ. પરંતુ મે દરવાજો ખુલ્લો જ રાખ્યો. બાદમાં ડાયરેક્ટર મારી સાથે કોઈ જ વાતચીત કર્યા વગર જ 5 મિનિટમાં ત્યાંથી ભાગી ગયો હતો.

આ વીડિયો પણ જુઓ: 31મી ડિસેમ્બરે બાદ પોલીસ મથકો દારૂડિયાથી ઉભરાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન