હેપ્પી ફ્રેન્ડશિપ ડે : દયા ખાજો એમની જેની પાસે દોલત છે પણ દોસ્ત નથી - Sandesh
  • Home
  • Friendship Day
  • હેપ્પી ફ્રેન્ડશિપ ડે : દયા ખાજો એમની જેની પાસે દોલત છે પણ દોસ્ત નથી

હેપ્પી ફ્રેન્ડશિપ ડે : દયા ખાજો એમની જેની પાસે દોલત છે પણ દોસ્ત નથી

 | 7:58 am IST
  • Share

વાઈડ એન્ગલ: જયેશ ઠકરાર

દોસ્તી ગઝલ હે ગુનગુનાને કે લિયે

દોસ્તી નગ્મા હૈ સૂનાને કે લિયે

યે વો જઝબા હૈ જો સબકો મિલતા નહીં

ક્યોંકી હૌંસલા ચાહિયે દોસ્તી નિભાને કે લિયે

અમેરિકન ગાયક અને ગીતકાર એન્ડ્રુ મોરીસ ગોલ્ડના અમેરિકા અને યુ.કે.માં ચાર્ટબસ્ટર બનેલા ગીતના કેટલાક અંશો આજે ફ્રેન્ડશિપ ડે ઉપર બેહદ પ્રસ્તુત છે :

When we both get older

With walking canes and

Hair of gray

Have no fear ever

Though it‘s hard to hear

I will stand real close and say

Thank you for being a Friend

And When we die/and float away

Into the night / the Milky Way / you‘ll

Hear me call as we ascend

I‘ll say your name / Then once again

Thank you for being a friend

મેહબુબ કોટવાલે ‘રોકફેર્ડ’ આલ્બમ માટે લખેલું ગીત કે.કે. ના મખમલી અવાજમાં સાંભળતા જ દિલ તરબતર થઇ જાય છે.

‘યારો દોસ્તી બડી હી હસીન હૈ

યે ન હો તો ક્યાં ફ્રિ બોલો યે જિંદગી હૈ

તેરી હર બુરાઈ પે ડાટે વો દોસ્ત

ગમકી હો ધૂપ તો સાયા બને તેરા વો દોસ્ત

નાચે ભી વો તેરી ખૂશી મેં

અરે યારો દોસ્તી બડી હી હસીન હૈ

તામિલ ફ્લ્મિ ‘કાધલ દેશમ’ નું અને પછીથી એ.આર રહેમાને હિંદી-અંગ્રેજીમાં ડબ કરેલું ગીત

મુસ્તફ, મુસ્તફ ડોન્ટ વરી મુસ્તફ,

હમ હે તુમ્હારે મુસ્તફ..

ડે બાય ડે બઢતા હૈ / દિલ દિલસે મિલ જાતા હૈ

જાદુ હૈ ઐસા ફ્રેન્ડશિપ કા.

ગીત, ગઝલ શાયરીમાં દોસ્તી અને દોસ્તોની બેવફઈ, હોટકેક જેવાં વિષય ગણાય છે. ફ્લ્મિ શોલેમાં અમિતાભ અને ધર્મેન્દ્ર નું ‘યે દોસ્તી હમ નહી તોડેંગે’ આજે પણ સુપરહિટ છે. ફ્રેન્ડશિપ વિશે અમિતાભનું ‘તેરે જૈસા યાર કહા, કહા ઐસા યારાના..’ અને અમિત-શત્રુ નું ‘બને ચાહે દુશ્મન જમાના હમારા…’ ઓલટાઈમ હિટ છે એ વાત જુદી છે કે ‘દોસ્તાના’ ફ્લ્મિથી જ અમિત-શત્રુ વચ્ચે દુશ્મની ના બીજ રોપાયેલા.

રિયલ વર્લ્ડમાં અમિતાભને દોસ્તી બહુ ફ્ળી નથી. ગાંધી પરિવાર સાથેની તેની મિત્રતા બહુ બૂરી રીતે તૂટી ગઈ હતી, આવું જ અમરસિંહ સાથે પણ થયેલું.

અમરસિંહ તો ચીજ જ કંઈક નોખી માટીની રહી છે. મુલાયમ સાથે દરાર પડયા પછી માંડ સરખું થયું ત્યાં તેના પ્રતાપે યાદવ પરિવારમાં પિતા-પુત્ર સામસામે આવી ગયા. પોલિટિક્સ અને ફ્રેન્ડશિપને બારમો ચંદ્રમા છે. – અહીં દોસ્તીનો અર્થ ગઠબંધન થાય છે. જે હંમેશાં સગવડીયું જ હોય છે. ઊંચે ઉઠનાર બધા હાથ સલામ નથી હોતા તેમ રાજકારણમાં ગળે મળતા દરેક નેતાઓ મિત્ર નથી હોતા અને એ જ રીતે આજે એકબીજા ઉપર કાદવ ઉછાળનારા શત્રુ નથી હોતા.. નિતીશ-લાલુની ભાઈબંધી જુઓ કેવી તૂટી ગઈ ! “તોડેંગે હમ મગર તેરા સાથ ના છોડેંગે” ગાનારા આ બંને બિહારી બાબુઓ હવે કાપાકાપી ઉપર ઉતરી આવ્યા છે. રાજનીતિનો આ જ ગુણધર્મ છે ‘યહાં સબ જરૂરત કે રિશ્તે હૈ, રિશ્તો કી જરૂરત કિસી કો નહીં’.. શંકરસિંહ, કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી.. એક જમાનાના સાથીદારો આજે કેટલા અલગ-અલગ થઇ ગયા છે. મમતા બેનર્જી કોંગ્રેસના સૌથી નાની વયના મિનિસ્ટર બનેલા, આજે તેનો નવો પક્ષ છે અને એ પહેલા મમતાના વિરોધી ડાબેરીઓની જ મદદથી કોંગ્રેસે કેન્દ્રમાં સરકાર ચલાવેલી રામવિલાસ પાસવાન માટે એવું કહેવાય છે કે હમ જિસકે દોસ્ત હોતે હૈ ઉસે દુશ્મન કી જરૂરત નહીં પડતી… એન.ડી.એ. સાથે છેડો ફડવામાં ને નાતો જોડવામાં તેનું ટાઈમિંગ કાબિલે દાદ છે.

પોલિટિક્સમાં બધું જ ‘ગીવ એન્ડ ટેઈક’ ઉપર ચાલે છે – આપણે નેતાઓની ટીકા કરીએ છીએ, પરંતુ વાસ્તવમાં તો લગભગ બધા જ આવું કરે છે, ‘અચ્છે હોતે હે બૂરે લોગ, અચ્છા હોનેકા નાટક તો નહીં કરતે.’

મુલાયમ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી હતાં ત્યારે યુપીએ સરકારે તેના ઉપર વધુ સંપત્તિ કેસ કરેલો. પરંતુ જેવો સામ્યવાદી પક્ષે ટેકો પાછો ખેંચ્યો એટલે મુલાયમ સરકારના તારણહાર બન્યા અને બદલામાં સીબીઆઈ એ મુલાયમ સામેની એફ્ડિેવીટ હળવેકથી પાછી ખેંચી લીધી.

નરસિંહરાવની લઘુમતિ સરકાર સંસદમાં કાચી પડે તેમ હતી.. આવા સમયે ઝારખંડ મુક્તિ મોરચાના સાંસદોનું હોર્સ ટ્રેડિંગ થયું. કૌભાંડી શિબૂ સોરેન સામે સીબીઆઈને તપાસ સોપાઈ પણ જેનું અન્ન પેટમાં ગયું તેનું ઋણ કેમ ભુલાય ? સરકારને બચાવનાર શિબૂ સામે સીબીઆઈએ એટલી હદે નબળી તપાસ કરી કે શિબૂ સોરેન નિર્દોષ છૂટી ગયા અને એ કિસ્સામાં સરકાર ઉપલી અદાલતમાં પણ ન ગઈ. શિબૂ બાઈજ્જત મુખ્યમંત્રી બની ગયા. ! આવું ચાલતું રહે છે… જોકે વાસ્તવમાં તો જીવન માટે સંબંધોનું મૂલ્ય ઓક્સિજન જેવું છે, આપણી ખુશીઓની લાઈફ્લાઈન આપણા મિત્રો હોય છે.

ચડ્ડી પહેરવાની ઉંમરે કે શાળા-કોલેજમાં થતી દોસ્તી બાયોડેટા જોઈને થતી નથી, ટકોરાબંધ ભાઈબંધ મળવા એ નસીબની વાત છે. આજે સંબંધોના નામે એકબીજા પાસે કામ કઢાવી લેવાની, એકબીજાને વાપરી લેવાની અજીબોગરીબ રીતરસમો ચાલી રહી છે. ત્યારે ખરી મિત્રતાનું ઉદાહરણ તો સુદામા છે. જે સખા કૃષ્ણ રાજા હોવા છતાં છેક સુધી સહાય માંગતા અચકાતા હતાં.. મિત્રનો ઉપયોગ કરવાનો ન હોય, બસ તેને નિર્ભેળ રીતે મહેસૂસ કરવાનો હોય છે, મિત્રને શરમમાં મૂકવો કે તેની પાસે કામ કઢાવી લેવું એ મિત્રતા નથી. ગિલ્લીદંડા ના જમાનામાં કલાકોની શેરી રમતોમાં બંધાતી દોસ્તીના ઉદગ્મસ્થાન હવે બુરાઈ ગયા છે. હવે ગેમઝોન અને કેરિયર કોન્સીયસ વર્લ્ડમાં બાળકોની એક-એક મિનિટનો ઉપયોગ ગણી ગણીને થાય છે, જેમાં ભાઈબંધી માટેનો સમય સાવ તળિયે છે. એટલે આજની પેઢી ભણવામાં તો શાનદાર બને છે, પરંતુ તેની પાસે બાળપણ ના કોઈ જાનદાર સંસ્મરણો બહુ રહેતા નથી. ડિપ્રેશન ન આવે તો શું થાય ? તમે હૈયું ખુલી શકે તેવી જે બારી હતી એ મિત્રતાને જ દેશવટો આપી દીધો છે. ગાડી, બંગલો, રૂપિયા, નામ બધું જ છે.

 

પરંતુ દિલ તો બચ્ચા હૈ ની માફ્ક બર્મ્યુડા પહેરી કોની સાથે ઉછળકૂદ કરશો ? આજની દોસ્તી એટલે એફ.બી. કે ટ્વીટર ઉપર લાઈક, કોમેન્ટ, સ્માઈલીઝ, જોક્સ મોકલતા રહો.. ફ્નિીશ ! હવે દોસ્તો છે બધા ડિજિટલ, ને સંબંધો વર્ચ્યુઅલ.. સ્પર્શ ની ભાષા એટલે ઓનલાઈન.. લિયો તોલ્સતોયનું એક સરસ વાક્ય છે કે, “જીવનમાં સૌથી વધુ દયા મને એમની આવે છે કે જેની પાસે એવો કોઈ મિત્ર નથી જેના ખભે માથું નાંખીને આંસુ વહાવી શકાય !” કોઈ જબ રાહ ના પાયે, મેરે સંગ આયે કે પગ પગ દિપ જલાયે. મેરી દોસ્તી મેરા પ્યાર.. સારા મિત્રને પામવા માટે આપણે પણ સાચા મિત્ર બનવું પડે છે.. સાચો મિત્ર મૌનમાં જ બધું સમજી જાય છે. દુશ્મનોને ખુલાસા કરવા નહીં – એમના ગળે ઉતરશે નહીં અને સાચા મિત્રોને ખુલાસા કરવા નહીં કારણ કે તેને જરૂરત જ નથી.

દોસ્તીએ દેખાદેખીનો વિષય નથી તમે અને તમારી મિત્રતાએ એક પ્રતિબિંબ રચે છે. તમારું પોતાનું જ… ગેટે એ અફ્લાતૂન લખ્યું છે. “તમારા મિત્રો અને સાથીદારો બતાવો, હું તમને કંઈ આપું કે તમે કોણ અને કેવા છો” મિત્રોની પસંદગીમાં અને મિત્રતા તોડવામાં ઉતાવળ ન કરવી.. આજે ફ્રેન્ડશિપ ડે ઉપર કેટલાક બેનમૂન દોસ્તાના ક્વોટ્સ : જંગલી જાનવર શરીરને હાનિ પહાંેચાડે છે. જ્યારે કપટી મિત્ર તમારી બુદ્ધિને ભ્રમિત કરી દે છે. “ કેટલાક મિત્રો એવા હોય છે જે દુશ્મનોની કમી વર્તાવા દેતા નથી.. “ તમારા ઉપર આક્રમણ કરનારા શત્રુથી ન ડરો પણ જે મિત્રો તમારી ખુશામત કરે છે તેનાથી ડરો.

ઝૂમ ઇન

આકાશમાં સૂર્ય છે, માથા પર છાપરું છે,

મારી પાસે પૂરતું છે, જેને ચાહી શકું,

તેવા દોસ્તો છે.

ઝૂમ આઉટ

દિલ અભી પૂરી તરહ ટૂટા નહીં,

દોસ્તો કી મહેરબાની ચાહિયે…

[email protected]

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો