Happy Friendship day, see friendship stories
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Friendship Day
  • ફ્રેન્ડશિપ ડે પહેલા તમારા મિત્રો ‘ફ્રેન્ડશિપ’ની કઈ કેટેગરીમાં આવે છે તે આવી રીતે જાણો

ફ્રેન્ડશિપ ડે પહેલા તમારા મિત્રો ‘ફ્રેન્ડશિપ’ની કઈ કેટેગરીમાં આવે છે તે આવી રીતે જાણો

 | 3:55 pm IST
  • Share

* અમિતા મહેતા

યસ, ફ્રેન્ડશિપ- દોસ્તી- યારી- ભાઈબંધી એ સંબંધોનું ઉત્કૃષ્ટ નજરાણું છે. પરંતુ આપણે ત્યાં પુરુષોની દોસ્તીને વાર્તા- નવલકથા- મૂવી કે વાસ્તવિક જીવનમાં જેટલું મહત્ત્વ આપવામાં આવે છે એટલું સ્ત્રીઓની દોસ્તીને નથી અપાતું. પણ તેથી સ્ત્રીનાં જીવનમાં દોસ્તીની આવશ્યકતા જરાય ઓછી નથી થતી. એમની દોસ્તીનાં પણ વિવિધ રંગો છે જે પુરુષોથી થોડા અલગ છે. ચાલો, સ્ત્રીઓની દોસ્તીનાં વિવિધ રંગોને નિહાળીએ.

દોસ્તી માટેનું આવું ઝનૂન સ્ત્રીઓમાં ભાગ્યે જ જોવા મળે છે. પ્રેમ પરિવાર અને બાળકો પછી જે સમય બચે તે સમય દોસ્તીનો હોય છે. પરંતુ સાયન્સનું સંશોધન કહે છે કે ફ્રેન્ડઝ વચ્ચે ઘેરાયેલી સ્ત્રીઓની હેલ્થ સારી રહે છે. દોસ્તી સ્ત્રીઓને ડિપ્રેશન અને નેગેટિવિટીથી બચાવે છે. તથા જીવંત રાખે છે.

જોકે, આજનાં સમયમાં દોસ્તીની દુનિયા ખૂબ વિસ્તૃત બની છે. એ માત્ર રંગબેરંગી નથી એનાં બ્લેક-વ્હાઈટ અને ગ્રે શેડ પણ છે. બાળપણની નિર્દોષ દોસ્તી કે કોલેજની મસ્તીભરી દોસ્તીની સાથે હવે ઓફ્સિફ્રેન્ડ, બિઝનેસ ફ્રેન્ડ, ફેમિલી ફ્રેન્ડ જેવાં ગ્રેડ ઉમેરાયા છે. કોઈ સુખની કોઈ દુઃખની તો કોઈ લાભની. મતલબ કે એક સખી દોસ્તીની તમામ જરૂરિયાત પૂરી કરી શકતી નથી. સો…સ્ત્રીઓ માટે પણ અલગ-અલગ પ્રકારની બહેનપણીઓ હોવી જોઈએ.

આપણે ત્યાં કહેવત છે કે સંકટ સમયે કામ આવે તે જ સાચો મિત્ર…તો એક બહેનપણી એવી જોઈએ કે જે તમારા એક ફેનથી અડધી રાત્રે પાંચ મિનિટમાં તમારી મદદ માટે દોડી આવે. તમારી મમ્મીને દિલની વાત કરતાં પહેલાં એ ફ્રેન્ડને કહેવાનું સાહસ તમે કરી શકો…તમે એના પર પૂરેપૂરો ભરોસો મૂકી શકો અને હેલ્પની આશા પણ રાખી શકો. આજે બે બહેનપણીઓ વર્ષો પછી મળે ત્યારે બંનેને એવું લાગે છે કે પોતે વચ્ચેનાં સમયમાં ઘણું મેળવી લીધું છે. એક વિજેતાની લાગણી મનમાં જન્મે છે. પણ મળ્યા ત્યારે કશું જ બદલાયું નથી અને તમે બંને પહેલા જેવા જ મિત્રો છે એવી અનુભૂતિ થવી જોઈએ. ન અભિમાન કે ન લઘુતાગ્રંથિ…માત્ર મળ્યાનો આનંદ…બંને એકબીજા સાથે પહેલાં જેવું જ કર્મ્ફ્ટેબલ ફીલ કરે…વ્યક્તિ તરીકે બદલાવું પરંતુ દોસ્ત તરીકે જેવા છે તેવા જ રહેવું એ નિર્ભેળ- સાચી દોસ્તી…મોટે ભાગે આવી ફ્રેન્ડ બાળપણની કે કોલેજની હોય. હોમટાઉનમાં સાથે રમીને મોટી થયેલી હોય…આ દોસ્તીની વાતો અને આત્મીયતા બીજી ફ્રેન્ડઝ નથી સમજી શકતી.

આજે યુવતીઓ પણ ઘર કરતાં ઓફ્સિમાં વધારે રહે છે. તેથી ઓફ્સિમાં એક એવી ફ્રેન્ડ હોવી જોઈએ કે જેની સાથે કપ કોફી પીવાથી ટેન્શન હળવું થઈ જાય. જેની પાસે તમે કામમાં હેલ્પ લઈ શકો. જે તમને બોસની ડાંટથી બચાવે…વળી, એક ફ્રેન્ડ હંમેશાં સલામત સ્પેસ જેવી હોવી જોઈએ. બની શકે કે એ હંમેશાં તમારી આજુબાજુ ન હોય, પરંતુ તમે એને કંઈ પણ કહી શકો અને તમને એ સાચા અર્થમાં સમજી શકે. તમારી ટીકા પણ કરી શકે. એનું પેટ એટલું મોટું હોય કે એ તમારા વિશે ક્યારેય કોઈને કશું કહેશે નહીં. દોસ્તીની અંગતતા એ બરાબર જાળવે છે. અમુક ફ્રેન્ડ સરખા શોખ અને સરખી પસંદને કારણે બને છે. જે દોસ્તીમાં આત્મીયતા ન હોય તો પણ સાથે સમય પસાર કરવો ગમે છે. આ બધી ફ્રેન્ડઝની સાથે ફેમિલીમાં પણ બહેન, કઝિન કે ફેઈ સારી ફ્રેન્ડ બની શકે. સવાલ એ છે કે જીવનમાં આ દોસ્તી કેટલાં સમય સુધી ટકી શકે છે. આજે સમય એવો છે કે અનેક પ્રકારનાં મિત્રોની જરૂર પડે.

અમેરિકન લેખિકા સુસાન બ્રાઝે ફીમેલ ફ્રેન્ડશિપ પર એક સરસ મજાનું પુસ્તક લખ્યું છે.

ટોક્સિક ફ્રેન્ડ્સ 

The Antidote for woman Stuck in complicated Friendships.

એમાં તેઓએ અલગ-અલગ પ્રકારની બેક ગ્રાઉન્ડ અને ઉંમર ધરાવતી સ્ત્રીઓની મુલાકાત લીધી. એમાં તેમને ફ્રેન્ડઝ વિશે જાતજાતનાં પ્રશ્નો પૂછયા. અને એમાંથી ૧૦ જુદા જુદા પ્રકારની ફીમેલ ફ્રેન્ડઝની કેટેગરી બનાવી. જે જાણવાની ખરેખર મજા આવશે.

ધી લીડર

આ પ્રકારની ફ્રેન્ડ સ્ટ્રોંગ અને સ્પષ્ટવક્તા હોય છે એ સમજે છે કે મારી ફ્રેન્ડઝનાં ડિસીઝન લેવાનો અધિકાર મને છે. એ આપણી સોશિયલ લાઈફ બનાવે છે. અને તોડે પણ છે. એનું વ્યક્તિત્વ એવું હોય છે કે એનાં વિના મજા નથી આવતી. પાર્ટી- પિકનિક-ગેટ ટુ ગેધરના ડિસીઝન એ જ લે છે. એટલું જ નહીં અન્ય ફ્રેન્ડઝ પર ગુસ્સે થતાં અને મનાવતા બંને એને આવડે છે. મુશ્કેલ સમયમાં એનો અભિપ્રાય મહત્ત્વનો રહે છે.

 ધી ડોરમેટ

આ ફ્રેન્ડઝ હંમેશાં શહીદી વ્હોરે છે. બધી ફ્રેન્ડઝ વચ્ચે એની માત્ર હાજરી હોય છે. ન એ ડિમાન્ડ કરે છે કે ન એ પ્રશ્નો પૂછે છે. એ કોઈપણ સારી કે ખરાબ સ્થિતિમાં મદદ કરવા તત્પર રહે છે. પરંતુ ડોરમેટ(પગલૂંછણિયા)ની જેમ એની બધી તકલીફે દુઃખો પચાવી લે છે. એ હંમેશાં આત્મીયતાની શોધમાં રહે છે, પણ કોઈને કશું કહેતી નથી. એ ટીકાકાર પણ નથી એટલું જ નહીં ક્યારેય કોઈ સમસ્યા ઊભી કરી શકતી નથી.

શ્રી સેક્રિફઈઝર (ત્યાગર્મૂતિ)

બલિદાનની મૂરત જેવી આ ફ્રેન્ડ ‘ફ્રેન્ડઝ કે લિયે કુછ ભી કરેંગે’ નાં ઝનૂનવાળી હોય છે. તે ફ્રેન્ડઝ માટે જોખમ ઉઠાવી શકે છે, જૂઠું બોલી શકે છે, પૈસાથી પણ ઘસાઈ છૂટે છે. અડધી રાતે ફેન પર કલાકો સુધી દિલાસો આપી શકે છે. એની લાગણી તથા આત્મીયતા એને બલિદાન આપવા માટે મોટિવેટ કરે છે. ફ્રેન્ડઝની દરેક અપેક્ષાઓ એ પૂરી કરી શકશે એવો એને આત્મવિશ્વાસ હોય છે, પરંતુ જ્યારે સામેથી એને મોળો પ્રતિસાદ મળે છે ત્યારે ઉદાસ હતાશ થઈ જાય છે.

ધી મિઝરી લવર (રહસ્ય પ્રેમી)

આ રહસ્યમયી ફ્રેન્ડને સમજવી અઘરી હોય છે. ઘણી બધી સ્ત્રીઓનું કહેવું હતું કે આ પ્રકારની ફ્રેન્ડ સારા ટાઈમ કરતાં ખરાબ સમયમાં વધારે કેર કરે છે. મોટી સમસ્યાઓ ક્ષણભરમાં ઉકેલી નાખે છે. બધા જ પરિબળો વિરોધમાં હોય ત્યારે એ એવું કંઈક કરે છે કે જેનાથી બાજી બદલાઈ શકે છે. દુઃખના સમયે એ આશ્વાસન આપવા હાજર રહે છે. ફ્રેન્ડની જોબ ગઈ હોય, ડિવોર્સ થયા હોય કે પેરેન્ટ્સ સાથે ઝઘડો એ સ્થિતિ સુધારવામાં હેલ્પ કરે છે અને પછી અદ્રશ્ય થઈ જાય છે. ક્યારેક લાંબા સમય સુધી મળતી પણ નથી.

ધી યુઝર

યુઝર પ્રકારની ફ્રેન્ડ એક એક પગલું ગણતરીથી ભરે છે તે અન્ય મિત્રને એના પ્રભાવશાળી વ્યક્તિત્વથી આકર્ષે છે. એ એનાં લાભ માટે મિત્રને મનાવી લે છે અને પછી ગરજ સરતાં જ ખસી જાય છે. એની પાસે હંમેશાં કોઈને કોઈ છૂપો એજન્ડા હોય છે. એ પૂરો ન થાય ત્યાં સુધી મસ્કા મારે છે. આ પ્રકારની ફ્રેન્ડ મતલબી અને સ્વાર્થી હોય છે. જે મોટે ભાગે મિત્રને હર્ટ કરે છે.

ધી ટ્રોફી ફ્રેન્ડ

આ ફ્રેન્ડ તમને હરાવવાના, લૂઝર સાબિત કરવાના જાતજાતનાં પ્રયત્ન કરે છે. તમારાથી જીતવું એ એનું ધ્યેય હોય છે. એકઝામમાં, ગેમ્સમાં કે બોયફ્રેન્ડ મેળવવામાં એ તમારાથી એક કદમ આગળ રહી ખુદને વિજેતા માને છે. તમે જે બાબત ન જાણતાં હોવ એના માટે પડકાર કરે છે. આવી ફ્રેન્ડ પહેલા બરાબર તમને ઓળખે છે. પછી પાસા ફેંકે છે.

ધી મિરરિંગ ફ્રેન્ડ

આવી ફ્રેન્ડ મસકા મારવાને બદલે હંમેશાં તમને સત્યનો આયનો બતાવે છે. એ સાચુ કહેતા કરતી નથી. અને એને અનુસરવું, એની વાત માનવી સહુને ગમે છે. એ સારા અને ખરાબ બંને સમયે મિત્રની પડખે રહે છે. એ સાચા અર્થમાં આત્મીય હોય છે.

ધી શેરર

શેરર પ્રકારની ફ્રેન્ડને એની મિત્ર પર વિશ્વાસ હોય છે. તેથી એ સરળતાથી દિલની વાત કરી શકે છે. એ લાગણીશીલ, ખુલ્લા દિલની, નિખાલસ અને ફેકસ્ડ હોય છે. એને ખબર છે કે એની બેસ્ટ ડ પાસેથી એ શું ઈચ્છે છે. એ મૈત્રીની સ્ટ્રેન્થ સમજે છે અને હંમેશાં પ્રમાણિક રહેવાનો પ્રયત્ન કરે છે.

ધી ઓથેન્ટિક ફ્રેન્ડ

આ પ્રકારની ફ્રેન્ડ એની ફ્રેન્ડની સારી- ખરાબ વાત ગમે કે ન ગમે સહી લે છે. એ ઊંડુ કમિટમેન્ટ ધરાવે છે. એનામાં મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, સેલ્ફ્ એસ્ટીમ, કેરિંગ નેચર તથા ફ્લેક્સિબિલિટી હોય છે. એની દોસ્તી હંમેશાં લાંબી ટકે છે.

[email protected]

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો