Why 15th August selected for Indian Independence
  • Home
  • Featured
  • સ્વતંત્રતા દિવસ: 15મી ઑગસ્ટના રોજ જ ભારતને કેમ આઝાદી મળી, ખાસ છે તેનું રહસ્ય

સ્વતંત્રતા દિવસ: 15મી ઑગસ્ટના રોજ જ ભારતને કેમ આઝાદી મળી, ખાસ છે તેનું રહસ્ય

 | 2:26 pm IST

ભારતમાં દર વર્ષે આઝાદીનો જશ્ન 15મી ઑગસ્ટના રોજ મનાવાય છે. સ્વતંત્રતા દિવસ (Indian Independence Day) દેશભરમાં મોટા ઉત્સાહની સાથે મનાવામાં આવે છે. સ્વતંત્રતા દિવસ પર દર વર્ષે ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી ઝંડો લહેરાવે છે. 15મી ઑગસ્ટ 1947ના રોજ અંગ્રેજોએ દેશના શાસનની કમાન ભારતીયોને સોંપી દેશને સ્વતંત્ર જાહેર કર્યો હતો. પરંતુ તમને ખબર છે કે ભારતની આઝાદી માટે કેમ આ જ દિવસ પસંદ કરાયો હતો. વાત એમ છે કે લોર્ડ માઉન્ટબેટનને 30મી જૂન 1948 સુધીમાં ભારતની સત્તા ભારતીય લોકોને ટ્રાન્સફર કરવાનો અધિકાર આપ્યો હતો. લોર્ડ માઉન્ટબેટનને 1947ની સાલમાં ભારતના છેલ્લા વાયસરોય તરીકે નિમણૂક કરાયા હતા. માઉન્ટબેટને જ ભારતની આઝાદી માટે 15મી ઑગસ્ટની તારીખ પસંદ કરી હતી.

કેટલાંક ઇતિહાસકારોનું માનવું છે કે સી.રાજગોપાલચારીના મંતવ્ય પર માઉન્ટબેટને ભારતની આઝાદી માટે 15 ઑગસ્ટની તારીખ પસંદ કરી. સી.રાજગોપાલચારીએ લૉર્ડ માઉન્ટબેટનને કહ્યું હતું કે જો 30મી જૂન 1948 સુધી રાહ જોવામાં આવી તો કોઇ સત્તા બચશે નહીં. એવામાં માઉન્ટબેટને 15 ઑગસ્ટના રોજ ભારતની સ્વતંત્રતા માટે પસંદ કર્યો. ત્યારબાદ બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ બિલ 4 જુલાઇ 1947ના રોજ રજૂ કરાયું. આ બિલમાં ભારતના ભાગલા અને પાકિસ્તાનને બાનાવાનો પ્રસ્તાવ મૂકાયો હતો. આ બિલ 18 જુલાઇ,1947ના રોજ સ્વીકારાયું હતું અને 14 ઑગસ્ટના રોજ ભાગલા બાદ 15 ઑગસ્ટ 1947ના રોજ અડધી રાત્રે ભારતની આઝાદીની જાહેરાત કરાઈ.

કેટલાંક ઇતિહાસકારોનું માનવું છે કે 15 ઑગસ્ટના રોજ આઝાદીનો દિવસ પસંદ કરવાનો માઉન્ટબેટનનો ખાનગી નિર્ણય હતો. માઉન્ટબેટન લોકોને આ દેખાડવા માંગતા હતા કે બધું તેમના જ નિયંત્રણમાં છે. માઉન્ટબેટન 15મી ઑગસ્ટની તારીખને શુભ માનતા હતા આથી તેમણે ભારતની આઝાદી માટે આ તારીખ પસંદ કરી હતી. 15મી ઑગસ્ટનો દિવસ માઉન્ટબેટનના હિસાબથી શુભ હતો કારણ કે બીજા વિશ્વયુદ્ધ સમયે 15 ઑગસ્ટ, 1945ના રોજ જાપાની આર્મીએ આત્મસમર્પણ કર્યું હતું અને એ સમયે લોર્ડ માઉન્ટબેટન અલાઇડ ફોર્સીસના કમાન્ડર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન