Happy Mother’s Day: Young Mother of Bollywood who Carrying Her Child
  • Home
  • Featured
  • Happy Mother’s Day: એશ્વર્યા રાયથી લઈ કરિના કપૂર, જાણો બોલિવૂડની યંગ મધર વિશે

Happy Mother’s Day: એશ્વર્યા રાયથી લઈ કરિના કપૂર, જાણો બોલિવૂડની યંગ મધર વિશે

 | 11:17 am IST

આમ તો માનવીય જીવનમાં દરેક સંબંધીનું અલગ એક મહત્વ હોય છે. પરંતુ મા અને બાળકનો સંબંધ દુનિયામાં સૌથી અલગ અને અનમોલ હોય છે. ધરતી પર માતાને જ ભગવાનનું રૂપ ગણવામાં આવે છે. ‘મા’ને સન્માન આપવા માટે મધર્સ ડે ઉજવવામાં આવે છે. મેના બીજા રવિવારે દુનિયાભરમાં ‘મધર્સ ડે’ની ઉજવણી કરવામાં આવે છે અને આ પ્રસંગે બોલિવૂડની વાત ન કરવામાં આવે તો જશ્ન અધૂરો છે.

બોલિવૂડમાં ઘણી એક્ટ્રેસ એવી છે જે તાજેતરમાં માતા બની છે અને બોલિવૂડની લાઇમ લાઇટથી દૂર રહીને સંપૂર્ણ સમય પોતાના બાળકના ઉછેરમાં આપી રહી છે. બોલિવૂડ અભિનેત્રી સુરવિન ચાવલા આવી એક્ટ્રેસીસમાંથી એક છે જે સુંદર બાળકીને જન્મ આપીને બોલિવૂડની યંગ મધર્સમાં સામેલ થઈ છે. સુરવિનની બાળકીનું નામ ઇવા છે. સુરવિન બોલિવૂડ ઈન્ડસ્ટ્રીથી બ્રેક લઈને હાલ તેનો સંપૂર્ણ સમય ઇવાનું ધ્યાન રાખવામાં આપી રહી છે.

ઉપરાંત કરિના કપૂર પણ તેના બાળક તૈમૂરનું ઘણું ધ્યાન રાખે છે. તૈમૂર સ્ટારકિડમાં સૌથી પોપ્યુલર છે અને મીડિયાનો પણ ફેવરેટ છે. તેથી જ્યારે પણ તૈમૂર ઘરથી બહાર નીકળે છે તો મીડિયા પર્સન તેને ઘેરીને ફોટો પાડવા લાગે છે. આવી પરિસ્થિતિઓમાં તૈમૂરનું વધુ ધ્યાન રાખવાની જરૂર પડે છે જેની કાળજી કરિના કપૂર યોગ્ય રીતે લે છે.

આ લિસ્ટમાં અન્ય એક નામ એશ્વર્યા રાય બચ્ચનનું આવે છે. જે દીકરી આરાધ્યા સાથે દરેક વખતે જોવા મળે છે. એશ્વર્યા અને આરાધ્યાની તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવે છે. આરાધ્યા હવે સાત વર્ષની થઈ છે. જોકે આ બન્ને મા-દીકરીની ફોટો અને વીડિયો જોઈને લાગે છે કે બન્ને વચ્ચે શાનદાર બોન્ડિંગ છે. એશ્વર્યા પણ આરાધ્યાનું ઘણું ધ્યાન રાખે છે.

એક્ટ્રેસ નેહા ધૂપિયા પણ બોલિવૂડની યંગ મધર્સમાંથી એક છે જેને ગત વર્ષે 18મી નવેમ્બરે દીકરી મેહરને જન્મ આપ્યો હતો. નેહા પણ મેહરનું ઘણું ધ્યાન રાખે અને તેને વ્હાલ કરે છે. જોકે નેહા હવે તેના કામ પર પરત ફરી છે. નેહા હાલ કેટલાક ટીવી રિયલિટી શોમાં જજની ભૂમિકા ભજવે છે. ઉપરાંત એક્ટ્રેસ સની લિયોની પણ સેરોગેસીના માધ્યમથી બે જુડવા બાળકો(Asher and Noah)ની માતા બની છે. જોકે આ પહેલા સનીએ એક બાળકીને દત્તક લીધી હતી. જેનું નામ નિશા છે.

આ સિવાય પ્રોડ્યુસર એક્તા કપૂર પણ આ વર્ષે જાન્યુઆરીમાં સેરોગેસીના માધ્યમથી એક બાળકની માતા બની હતી. બાળકનું નામ રવિ કપૂર રાખવામાં આવ્યું છે. જે તેના પિતા જીતેન્દ્રનું વાસ્તવિક નામ છે. જોકે આ સિવાય પણ ઘણી એક્ટ્રેસીસ છે જેઓ તેમના નાના બાળકો સાથે માતૃત્વનો આનંદ માણી રહ્યા છે. આ લિસ્ટમાં એશા દેઓલ, સોહા અલી ખાન, અસિન, લિસા હેડનના નામ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન