Harald Baldr Gave 400 Dollar to Roadside BarBer For Haircut
  • Home
  • Videos
  • Featured Videos
  • ખખડધજ ખુરશી મૂકી ધંધો કરતા વાળંદ પર વિદેશી યુવક આફરીન, આપ્યુ આવું ઇનામ

ખખડધજ ખુરશી મૂકી ધંધો કરતા વાળંદ પર વિદેશી યુવક આફરીન, આપ્યુ આવું ઇનામ

 | 6:52 pm IST

ઈમાનદાર માણસની પ્રમાણિક્તા ક્યારેક તો રંગ લાવે છે જેનું ઉત્તમ ઉદાહરણ શહેરમાં જોવા મળ્યું છે. કપરી સ્થિતિમાં પણ પ્રમાણિક્તા સાથે બાંધછોડ નહીં કરનારા શહેરના એક વાળંદ ઉપર વિદેશી યુવક આફરીન થયો હતો અને વાળંદના વાળ કપાવવાના 20 રૂપિયાને બદલે 28 હજાર આપી દીધા હતા.

સીજી રોડથી આંબાવાડી તરફ જવાના રસ્તે ફૂટપાથ ઉપર ખખડધજ ખુરશી અને દર્પણ મૂકીને હેર કટિંગનો વ્યવસાય કરતા વાળંદ નિત્યક્રમ પ્રમાણે હાજર હતો ત્યારે વિદેશી યુવક વાળ કપાવવા માટે આવી પહોંચ્યો હતો. વિદેશી યુવકને ખખડધજ ખુરશી જોઈને વાળંદની આર્થિક સ્થિતિનો અંદાજો આવી ગયો હતો. દરમિયાન વિદેશી યુવક પોતાના વાળ કપાવવા માટે ખુરશીમાં બેસી ગયો હતો. યુવકના વાળ સરસ રીતે કાપ્યા બાદ જ્યારે પૈસા લેવાના આવ્યા ત્યારે વાળંદ અંગ્રેજી સમજતો ન હોવાથી ઈશારામાં બે આંગળીઓ બતાવીને શહેરના સીજી રોડથી આંબાવાડી તરફ જતા રસ્તાના ફૂટપાથ પર ખખડધજ ખુરશી મૂકીને પોતાનો વ્યવસાય ચલાતવા વાળંદ પાસે એક ફોરેનર પોતાના વાળ કપાવી ખુશનામ થઈ ગયો હતો.

એટલુ જ નહી, આર્થિક પરિસ્થિતિ એટલી જોર દાર ના હોવા છતાં આ વાળંદે ફોરેનર પાસે વાળ કાપવાના માત્ર રૂ.૨૦ જ માગ્યાં હતા. જોકે આ ઘટનાક્રમ અને વાળંદની પ્રામણીક્તા પર ફીદા થયેલા આ ફોરનેરે વાળંદને રૂ.20ના બદલે 400 ડોલર એટલે કે, રૂ.28,000 આપી દીધા હતા. જોકે Harrakl Baklra નામના આ ફોરેનરે આખી ઘટના પોતાના યુટયુબ પર અપલોડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન