Harassment case against Vadagam Taluka Development Officer
  • Home
  • Corona live
  • થયો મોટો ઘટસ્ફોટ! વડગામના હવસખોર TDOએ ઓફિસમાં દારૂ પી અનેક મહિલાઓ સાથે…

થયો મોટો ઘટસ્ફોટ! વડગામના હવસખોર TDOએ ઓફિસમાં દારૂ પી અનેક મહિલાઓ સાથે…

 | 3:57 pm IST

હાલ આખું દેશ કોરોના વાયરસથી લડી રહ્યું છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે હાલ દેશમાં લોકડાઉન છે. જેથી લોકો ઘરની અંદર રહી લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. પરંતુ આ પરિસ્થિતિઓ વચ્ચે વડગામથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. માહિતી મુજબ વડગામના તાલુકા વિકાસ અધિકારીની મુશ્કેલી વધી ગઈ છે. વડગામના તાલુકા વિકાસ અધિકારી અમરત પરમાર સામે વડગામ તાલુકાની જ એક મહિલા તલાટીએ શારીરિક શોષણ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આ લંપટ ટીડીઓએ અનેક મહિલા કર્મચારીઓનું યૌન શોષણ કર્યું છે. જેથી આ મામલો હવે નેશનલ વુમન કમિશન સુધી પહોંચી ગયો છે.

વડગામ તાલુકા પંચાયતમાં ઘણા સમયથી તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ નિભાવી રહેલા અમરત પરમાર દ્વારા મહિલા તલાટીઓનું જાતીય શોષણ કરવામાં આવતું હોવાની ચોંકાવનારી ફરિયાદો નેશનલ વુમન કમિશનમાં દાખલ કરવામાં આવતા બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે. મહિલા તલાટીની ફરિયાદ લઈને તાલુકા વિકાસ અધિકારી સામે ખાતાકીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ આ ઘટનાને પગલે મહિલા આયોગે કડકાઇ દર્શાવીને આ તાલુકા વિકાસ અધિકારી સામે જાતીય શોષણની ફરિયાદ નોંધવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકને સૂચના આપી છે.

આ સમગ્ર ઘટના અંગે રાષ્ટ્રીય મહિલા આયોગના ડિરેક્ટર ડો. રાજુલબેન દેસાઇ પાસે ફરિયાદ આવતા તેમણે પીડિત મહિલા તલાટીને લોકડાઉનને પગલે રૂબરૂ ના મળી શકાતા વીડિયો કોલ મારફત વાત કરી હતી. તે દરમ્યાન પીડિત મહિલાએ વડગામના તાલુકા વિકાસ અધિકારી દ્વારા મહિલા તલાટીઓ સાથે કરવામાં આવતા જાતીય શોષણ અંગે રજૂઆત કરી હતી. પીડિત મહિલા તલાટીનું માનીએ તો આ લંપટ તાલુકા વિકાસ અધિકારી અમરત પરમાર ચાલુ ફરજ પર દારૂનું સેવન કરીને મહિલા તલાટીઓનું જાતીય શોષણ કરતો હતો અને અત્યાર સુધીમાં તેને અનેક મહિલા તલાટીઓને પોતાની હવસનો શિકાર બનાવી ચૂક્યો છે. જેને પગલે આજે રાષ્ટ્રીય મહિલા આયોગના ડિરેક્ટર ડો. રાજુલબેન દેસાઇએ તાલુકા વિકાસ અધિકારી સામે માત્ર ખાતાકીય તપાસ નહી પણ સેક્સ્યુયલ હેરેસમેંટનો ગુન્હો નોંધવા માટે જિલ્લાના પોલીસ તંત્રને સૂચના આપી હતી.

આ વીડિયો પણ જુઓ: અમરેલી ન.પાના પ્રમુખ જયંતિભાઇ રાણવાએ લોકડાઉનને સમર્થન આપ્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન