Harbhajan Said KL Rahul and Karthik Should Have Played Better
  • Home
  • Sports
  • Cricket
  • કોહલી કે રોહિતને નહીં, ભારતની હાર માટે હરભજને આ ખેલાડીઓને ગણાવ્યા જવાબદાર

કોહલી કે રોહિતને નહીં, ભારતની હાર માટે હરભજને આ ખેલાડીઓને ગણાવ્યા જવાબદાર

 | 11:07 pm IST

વિશ્વ કપ 2019ની સેમિ-ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને 18 રન હરાવ્યું. આ સાથે માન્ચેસ્ટરમાં બુધવારનાં ટીમ ઇન્ડિયાનું ત્રીજીવાર વિશ્વ ચેમ્પિયન બનવાનું સપનું અધુરું રહી ગયું. એક ઇન્ટરવ્યૂમાં હરભજન સિંહે ટીમ ઇન્ડિયાની હારનું કારણ જણાવ્યું. હરભજન સિંહે જણાવ્યું કે, “શિખર ધવન અને અંબાતિ રાયડૂની જગ્યાએ કેએલ રાહુલ અને દિનેશ કાર્તિકને ઘણી આશાઓ સાથે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ બંને મોટી મેચોમાં સ્વિંગ બૉલનો સામનો ના કરી શક્યા. આ ખેલાડીઓએ એ વિચારવું જોઇતુ હતુ કે જેની જગ્યાએ તેમની પસંદગી થઇ છે તેમનામાં પણ કોઇ ઉણપ નહોતી.” આમ કહેતા હરભજને રાયડૂનું સિલેક્શન ના થવા તરફ ઇશારો કર્યો.

રોહિત-કોહલી ક્યાં સુધી ચલાવશે ભારતનો રથ

હરભજને ભારતીય ટીમનાં મિડલ ઑર્ડર પર પણ પ્રશ્નો ઉઠાવ્યા. હરભજને કહ્યું, “ટીમ ઇન્ડિયાનો ટૉપ ઑર્ડર દર વખતે તમને મેચ ના જીતાડી શકે. જો વિરાટ કોહલી અને રોહિત શર્માએ મેચમાં સ્કોર ના કર્યો તો મિડલ ઑર્ડરે જવાબદારી ઉઠાવવાની હતી. હાર્દિક પંડ્યા (32) અને દિનશ કાર્તિક (6) જો ટકીને રમ્યા હોત તો ભારત આ મેચ જીતી શકતુ હતુ.”

ધવનની ઇજાથી ભારતને ફટકો પડ્યો

હરભજન સિંહ માને છે કે શિખર ધવનનું ઘાયલ થવું ભારતીય ટીમ માટે મોટો ફટકો હતો. હરભજને કહ્યું કે, “જો શિખર ધવન હોત તો કદાચ ભારતનો ટૉપ ઑર્ડર સેમિ-ફાઇનલમાં આ રીતે ના ધ્વસ્ત થયો હોત. ભારતીય ટીમ પર ત્યારે જ સંકટનાં વાદળ છવાઇ ગયા હતા જ્યારે ગબ્બર ઘાયલ થયો હતો.” હરભજને એ પણ માન્યું કે, પિચ પર વધારે ટર્ન ના હોવા છતા ન્યૂઝીલેન્ડનાં સ્પિનર સેન્ટરનો સામનો બરાબર ભારતીય બેટ્સમેનો કરી શક્યા નહીં. જો કે જાડેજાએ લડત આપી અને કેટલાક શૉટ્સ લગાવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન