Harbhajan Singh and Dutee Chand nomination rejected by for Awards
  • Home
  • Sports
  • Cricket
  • અર્જુન એવોર્ડ માટે દુતી ચંદ જ્યારે ખેલ રત્ન માટે આ દિગ્ગજ ક્રિકેટરનું નામ સરકારે ફગાવ્યું

અર્જુન એવોર્ડ માટે દુતી ચંદ જ્યારે ખેલ રત્ન માટે આ દિગ્ગજ ક્રિકેટરનું નામ સરકારે ફગાવ્યું

 | 9:00 am IST

કેન્દ્રીય રમત મંત્રાલયે રાષ્ટ્રીય પુરસ્કારો માટે ખેલાડીઓની યાદી તૈયારી કરી છે. એવી માહિતી મળી છે કે પ્રતિષ્ઠિત અર્જુન ઓવર્ડ માટે રાજ્ય સરકારે ભારતીય એથ્લીટ દુતી ચંદના નામનો પ્રસ્તાવ મોકલ્યો હતો. જ્યારે ખેલ રત્ન માટે ક્રિકેટર હરભજન સિંહનું નામ મોકલવામાં આવ્યું હતું. પરંતુ સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ આ બન્નેનું નામાંકન રદ કર્યું છે. એમ મીડિયા સૂત્રોથી માહિતી મળી છે.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે સ્પોર્ટ્સ ઓથોરિટી ઈન્ડિયા(સાઈ)ના સૂત્રોએ માહિતી આપે છે કે રાજ્ય સરકારોએ નામાંકન માટે નિર્ધારિત સમયાવધિ સમાપ્ત થયા બાદ આ બન્ને ખેલાડીઓ નામ મોકલ્યા હતા. તેથી તેમનું નામાંકન રદ કરવામાં આવ્યું છે. દુતી ચંદના મામલે તો ડેડલાઇન સમાપ્ત થયા સિવાય તેને જીતેલા મેડલોની સંખ્યા પણ યોગ્ય ક્રમમાં નહોતી મોકલવામાં આવી. તેથી તેનું નામાંકન રદ કરવામાં આવ્યું છે. જોકે આ ઘટના બાદ દુતી ચંદે ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે મુલાકાત કરી.

દુતી ચંદે કહ્યું કે,‘મે સીએમ સાથે મુલાકાત કરી મારું નામ ફરી મોકલવાની વિનંતી કરી છે. તેમને મને વિશ્વાસ દાખવ્યો છે કે તે નામ ફરીથી મોકલશે.’ ઉપરાંત તેને કહ્યું કે,‘જ્યાં સુધી અર્જુન એવોર્ડની જાહેરાત ન થાય ત્યાર સુધી મોડું થયું નથી. મને માહિતી મળી છે કે રાજ્યમાં લોકસભા, વિધાનસભા ચૂંટણી અને ફની ચક્રવાતના કારણ મારું નામ મોકલવામાં મો઼ડું થયું હતું.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન