Harbhajan Singh Angry on peoples who not follow Lockdown
  • Home
  • Corona live
  • લોકડાઉનમાં પોલીસ પર હુમલાનો Video જોઈ બરાબરનો ભડક્યો ‘ભજ્જી’, ગાળો ભાંડતા કહ્યું…

લોકડાઉનમાં પોલીસ પર હુમલાનો Video જોઈ બરાબરનો ભડક્યો ‘ભજ્જી’, ગાળો ભાંડતા કહ્યું…

 | 7:01 pm IST

કોરોના વાયરસના સંકટ વચ્ચે ભારતીય ક્રિકેટર હરભજન સિંહ ટ્વીટ કરી એવા લોકો પર ગુસ્સે થયો છે જે દેશભરમાં લોકડાઉન હોવા થતા ઘરની બહાર નીકળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાભરમાં 21 હજારથી વધુ લોકોનો જીવ લઈ ચૂકેલા કોરોના વાયરસના કારણે દેશભરમાં 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. આ દરમિયાન ઇમરજન્સી કામ સિવાય ઘરથી નીકળવા પર રોક લગાવાઈ છે.

પરંતુ તેમ છતા સોશિયલ મીડિયા પર હાલ એવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં લોકો ઘરની બહાર નજરે આવી રહ્યા છે. ત્યારે ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં અમુક લોકો પોલીસકર્મીઓ પર હુમલો કરી રહ્યા છે. હરભજને આવા લોકોની ટીકા કરી છે અને ગુસ્સે થઈ સુધરવાની અપીલ કરી છે.

હરભજન સિંહ, આવા લોકો પર બરાબરનો ભડક્યો છે. જેમને લોકડાઉન એક મજાક લાગી રહ્યું છે. હરભજને કહ્યું કે,‘આપણે પોલીસ પ્રત્યે વલણ બદલવાની જરૂર છે….ના ભૂલો કે તેમને આપણા જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો છે. તેમના પણ પરિવાર છે. પરંતુ તે દેશ પ્રત્યે પોતાની ફરજ બજાવી રહ્યા છે. આખરે, આપણે પોતાના ઘરમાં કેમ રહી નહીં શકતા. જેથી એક સારી કાલ આપણે જોઈ શકીએ…કૃપા સમજદારી દેખાડો.’

આ વીડિયો પણ જુઓ: અમિતાભ બચ્ચનના ટ્વીટ પર સ્વાસ્થ્ય મંત્રાલયની સ્પષ્ટતા 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન