Harbhajan Singh ask lemon to sachin tendulkar, video goes viral
  • Home
  • Corona live
  • ‘ક્રિકેટના ભગવાન’ સચિન જોડે હરભજન સિંહે કરી અજીબોગરીબ માગ, Video વાયુવેગે વાયરલ

‘ક્રિકેટના ભગવાન’ સચિન જોડે હરભજન સિંહે કરી અજીબોગરીબ માગ, Video વાયુવેગે વાયરલ

 | 12:52 pm IST

કોરોના મહામારીના કારણે લોકડાઉન રહેતા ક્રિકેટ ખેલાડીઓ ઘરમાં રહી પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પણ વધુ એક્ટિવ રહેવા લાગ્યા છે. હાલ મોટાભાગે ભારતીય ક્રિકેટર્સ સોશિયલ મીડિયા પર લાઇવ ચેટ કરી ફેન્સ સાથે જોડાઈ રહ્યા છે.

ત્યારે હવે ભારતીય ટીમના સ્પિનર હરભજન સિંહે બધુવારે સોશિયલ મીડિયા પર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો એક મજેદાર વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો પોસ્ટ કરી હરભજન સિંહે ખૂબ જ અજીબોગરીબ માંગ કરી છે. હરભજન સિંહે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર પાસે લીંબુની માગ કરી છે.

ખરેખર, હરભજન સિંહે પોસ્ટ કરેલા વીડિયોમાં સચિન તેંડુલકર ઝાડ પરથી લીંબુ તોડતા નજરે આવી રહ્યા છે અને વીડિયોમાં એક શખ્સને લીંબુ તોડવાની યોગ્ય રીત બતાવી રહ્યા છે. એ શખ્સ લીંબુને કેરી સમજવાની ભૂલ કરે છે. સચિનનો આ વીડિયો પોસ્ટ કરી હરભજન સિંહ બે-ત્રણ લીંબુ એના માટે પણ તોડવાની માંગ કરી. હરભજન સિંહે લખ્યું કે,‘પાજી, મારા માટે પણ બે-ત્રણ લીંબુ તોડી લેજો.’ હરભજન સિંહની આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે અને યુઝર્સ આ પોસ્ટને પસંદ કરી રહ્યા છે અને અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ  વીડિયો પણ જુઓ: સુરેન્દ્રનગર- APMC દ્વારા કપાસ ખરીદીમાં ગોટાળો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન