IPL 12: Harbhajan Singh Completed 150 Wickets In IPL
  • Home
  • Sports
  • Cricket
  • 38ની ઉંમરમાં આ ભારતીય બૉલર મચાવી રહ્યો છે ધમાલ, IPLમાં બનાવ્યો ખાસ રેકૉર્ડ

38ની ઉંમરમાં આ ભારતીય બૉલર મચાવી રહ્યો છે ધમાલ, IPLમાં બનાવ્યો ખાસ રેકૉર્ડ

 | 5:37 pm IST

ચેન્નઈ સુપર કિંગ્સનાં બૉલર હરભજન સિંહે દિલ્હી કેપિટલ્સ સામે રમતા શુક્રવારનાં એક ખાસ રેકૉર્ડ બનાવ્યો છે. દિલ્હી કેપિટલ્સનાં બેટ્સમેન રુથરફૉર્ડની વિકેટ લેતા જ ભજ્જીએ આઈપીએલમાં પોતાની 150 વિકેટ પૂર્ણ કરી છે. હરભજન આ કારનામું કરનારો ચોથો બોલર છે. હરભજન પહેલા અમિત મિશ્રા, પિયૂષ ચાવલા અને લસિથ મલિંગા 150થી વધારે વિકેટ લઈ ચુક્યા છે. મુંબઈ ઇન્ડિયન્સનો લસિથ મલિંગા આ લિસ્ટમાં 169 વિકેટો સાથે પહેલા નંબર પર છે. તો અમિત મિશ્રા 156 વિકેટ સાથે બીજા નંબરે અને પિયૂષ ચાવલાની 150 વિકેટ છે.

દિલ્હી સામેની ફાઇનલ માટેની બીજી ક્વૉલિફાઇંગ મેચમાં હરભજને પહેલા શિખર ધવન અને ત્યારબાદ શેમરોન રૂથરફૉર્ડને પોતાનો શિકાર બનાવ્યા હતા. હરભજને આ ટૂર્નામેન્ટમાં મહત્વની વિકેટો ઝડપી છે અને ચેન્નઈને 10 વર્ષમાં 8મી વાર ફાઇનલમાં પહોંચાડવામાં મદદ કરી છે. ચેન્નઈની ટીમ આ દરમિયાન 2 વર્ષ માટે પ્રતિબંધિત રહી હતી. ઑસ્ટ્રેલિયાનાં પૂર્વ ઝડપી બૉલર બ્રેટ લીએ હરભજનની પ્રશંસા કરતા કહ્યું કે, “તે સંપૂર્ણ સારી રીતે જાણે છે કે કેટલાક બેટ્સમેન્સ માટે કેવી રીતે બૉલિંગ કરવામાં આવે. તેની બૉલિંગ શાનદાર રહી.”

તેમણે કહ્યું કે, “આ દર્શાવે છે કે બૉલ પર તેનું કેવું નિયંત્રણ છે. તે આત્મવિશ્વાસ સાથે બૉલિંગ કરી રહ્યો છે.” ચેન્નઈએ હૈદરાબાદમાં રવિવારનાં મુંબઈ સામે ફાઇનલ રમવાની છે. ભજ્જી દિલ્હી સામે કરવામાં આવેલા પ્રદર્શનને મુંબઈ સામે પણ કરવા ઇચ્છશે. મુંબઈએ વર્ષ 2017માં હરભજનને રીલીઝ કર્યો હતો, ત્યારબાદ ચેન્નઈએ તેને પોતાની સાથે જોડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન