harbhajan singh exercise at home virat kohli gives funny reaction
  • Home
  • Featured
  • VIDEO: હરભજન ઘરે કસરત કરતો હતો, જોઈને કોહલીથી રહેવાયું નહીં અને મજા લઈ લીધી!

VIDEO: હરભજન ઘરે કસરત કરતો હતો, જોઈને કોહલીથી રહેવાયું નહીં અને મજા લઈ લીધી!

 | 11:04 pm IST

ટીમ ઈન્ડિયાનો મહાન સ્પિનર ​​હરભજન સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે રમુજી વીડિયોઝ અને ફોટો પોસ્ટ કરીને લોકોનું મનોરંજન કરે છે. આ સમયે તે ઘરે કસરત કરતો જોવા મળ્યો હતો. હરભજન સિંહે કસરત કરતી વખતે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે હાથમાં ડમ્બેલ્સ લઈને કસરત કરી રહ્યો છે. તેમને કસરત કરતા જોઈને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી હસી પડ્યો.

વીડિયો પોસ્ટ કરતા હરભજનસિંહે કેપ્શનમાં લખ્યું કે, ‘એક્સરસાઇઝ કરો.’ વિરાટ કોહલીએ હસતી ટિપ્પણીમાં લખ્યું, ‘સરસ પાજી, બિલ્ડીંગ ધ્રુજી રહી છે પણ થોડી-થોડી.’ જેના પર હરભજનસિંહે લખ્યું-અરે… અહીં ભૂચાલ આવી ગયો. હાલમાં આ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન