Harbhajan Singh May Enter in Politics, BJP Offers This Seat
  • Home
  • Sports
  • Cricket
  • જેટલી નહી હવે આ દિગ્ગજ ક્રિકેટર અમૃતસર લોકસભા સીટ પરથી લડી શકે છે ચૂંટણી

જેટલી નહી હવે આ દિગ્ગજ ક્રિકેટર અમૃતસર લોકસભા સીટ પરથી લડી શકે છે ચૂંટણી

 | 1:20 pm IST

ક્રિકેટ અને રાજનીતિ વચ્ચે સંબંધ વધુ મજબૂત થતો જઈ રહ્યો છે. ઘણા સમયથી કેટલાક સ્ટાર ક્રિકેટર્સ તેમની સેકન્ડ ઈનિંગની શરૂઆત રાજનીતિમાં આવીને કરી છે અને સફળ પણ થાય છે. તમને જણાવી દઈએ કે આની શરૂઆત મંસૂર અલી ખાન પટૌદીથી થઈ હતી. જેમને 1971માં પહેલી વાર ચૂંટણી લડી હતી.

આ સિવાય નવજોત સિંહ સિદ્ધૂ, વિનોદ કાંબલી, મોહમ્મદ કૈફ, કીર્તિ આઝાદ, મોહમ્મદ અજહરૂદ્દીન જેવા ક્રિકેટર્સ પર રાજનીતિમાં એન્ટ્રી કરીને સફળ રહ્યાં છે. જ્યારે હવે સૂત્રો મુજબ આ લિસ્ટમાં ભારતના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહનું નામ પણ સામેલ થાય એવા સંકેત મળ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ માટે એક વાર ભારતીય જનતા પાર્ટી હરભજનને અમૃતસર લોકસભા સીટથી ચૂંટણી લડવાની ઓફર પણ કરી ચૂકી છે. જોકે હરભજને આ સંબંધમાં શું જવાબ આવ્યો છે તે વિશે હાલ કોઈ સ્પષ્ટતા નથી.

તમને જણાવી દઈએ કે હરભજને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ભાજપ તરફથી તેને એવી એક ઓફર આવી હતી. પરંતુ હાલ કોઈ નક્કિ નથી. હરભજને કહ્યું કે,‘મે તો અત્યાર સુધી કોઈ મોટા નેતા સાથે આ વિશે મુલાકાત પણ કરી નથી. મને નથી ખબર કે રાજનીતિમાં આવવા માટે મારા માટે આ યોગ્ય સમય છે કે નહીં. પરંતુ હું એટલું જરૂરથી કહેવા માંગીશ કે જો હું રાજનીતીમાં આવવાનું મન બનાવીશ તો મારી પાસે તૈયારીઓ માટે સમય ઓછો હશે.’

નોંધનીય છે કે અમૃતસરની લોકસભા સીટ પર મોટા ભાગે સ્ટાર્સ જ જીત્યા છે. આ પહેલા નવજોત સિંહ સિદ્ધૂ 3 વખત ભાજપાની સીટ પર અહીંથી લોકસભા ચૂંટણી જીતી ચૂક્યાં છે. જ્યારે 2012માં કેન્દ્રીય નાણાપ્રધાન અરૂણ જેટલીએ કોંગ્રેસના કેપ્ટન અમરિંદર સિંહ સામે અહીંથી ચૂંટણી લડી હતી. પરંતુ તેઓ હારી ગયા હતા. જ્યારે હવે હરભજન પોપ્યુલર ચેહરો હોવાના કારણે ત્યાં ચૂંટણી લડે તેની મજબૂત સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન