Harbhajan Singh post Rahul Dravid fielding video goes viral
  • Home
  • Sports
  • Cricket
  • હરભજને શેર કર્યો ‘ધ વોલ’ રાહુલ દ્રવિડનો ખાસ વીડિયો, ફેન્સે કહ્યું- એ સન્માન ન મળ્યું….

હરભજને શેર કર્યો ‘ધ વોલ’ રાહુલ દ્રવિડનો ખાસ વીડિયો, ફેન્સે કહ્યું- એ સન્માન ન મળ્યું….

 | 5:33 pm IST

રાહુલ દ્રવિડ એક એવું નામ જેને ભારતીય ક્રિકેટ અને ફેન્સને ઘણી બધી સારી પળો આપી છે. ક્રિકેટ જગતમાં ‘ધ વોલ’ નામથી લોકપ્રિય રાહુલ દ્રવિડના વિરોધી પણ તેમની રમત અને વ્યક્તિત્વના ચાહક છે. કદાચ જ દુનિયામાં કોઈ ક્રિકેટ ફેન જશે જે રાહુલ દ્રવિડનું સન્માન ન કરતો હોય. લગભગ 2 દાયકાની પોતાની કારકિર્દીમાં રાહુલ દ્રવિડ ક્યારેય કોઈ વિવાદમાં નથી ફસાયા. રાહુલ દ્રવિડ એક સારા બેટ્સમેન અને આદર્શવાદી ખેલાડી જ નહીં પણ તેઓ એક શાનદાર ફિલ્ડર પણ હતા.

આપને જણાવી દઈએ કે રાહુલ દ્રવિડની સ્લિપ કેચિંગ લાજવાબ હતી. ઓફ સ્પિનર હરભજન સિંહે રાહુલ દ્રવિડની કેચિંગનો એક વીડિયો તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં રાહુલ દ્રવિડ જબરદસ્ત ફિલ્ડિંગ અને કેચ પકડતા દેખાઈ રહ્યા છે. હરભજન સિંહની આ પોસ્ટ ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. પરંતુ આ સાથે ફેન્સને એ વાતનું દુ:ખ પણ છે કે રાહુલ દ્રવિડ જે લેવલના ખેલાડી હતા તે પ્રમાણે સન્માન નથી મળ્યું. ફેન્સ મુજબ રાહુલ દ્રવિડ ખૂબ જ મહાન અને દિગ્ગજ ખેલાડી હતા પરંતુ તેમના ઉપર હમેશા સચિન તેંડુલકરને રાખવામાં આવ્યા. જો કે, તેઓ ટેસ્ટ ક્રિકેટમાં બેસ્ટ હતા. હરભજનની પોસ્ટ પર ફેન્સે ધડાધડ કોમેન્ટ કરી.

છેલ્લા 50 વર્ષના બેસ્ટ ઇન્ડિયન ટેસ્ટ બેટ્સમેન:

આપણે જણાવી દઈએ કે તાજેતરમાં વિજડન ઇન્ડિયાએ છેલ્લા 50 વર્ષના બેસ્ટ ઇન્ડિયન ટેસ્ટ બેટ્સમેનનો સરવે કરાવ્યો હતો. જેમાં રાહુલ દ્રવિડ સૌથી આગળ રહ્યા. આ સરવેમાં કુલ 11,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. જેમાં રાહુલ દ્રવિડે સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોને પણ પાછળ મૂકી દીધા હતા. આ સરવેમાં રાહુલને 52 ટકા વોટ મળ્યા હતા. કરિયરની વાત કરીએ તો રાહુલ દ્રવિડે ભારત માટે કુલ 164 ટેસ્ટ મેચોમાં 52.31ની એવરેજથી 13,288 રન બનાવ્યા. જેમાં 36 સદી સામેલ છે. આ ફોર્મેટમાં રાહુલ દ્રવિડે 210 કેચ પકડ્યા. જ્યારે રાહુલ દ્રવિડે કુલ 344 વન ડે મેચોમાં 39.16ની સરેરાશથી 10,889 રન બનાવ્યા. જેમાં 12 સદી સામેલ છે. વન ડેમાં રાહુલે 196 કેચ લપક્યા હતા.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદ શહેરમાં તમામ ઝોનમાં AMC નું ચેકીંગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન