Harbhajan Singh Speak About WC Match with Pak
  • Home
  • Sports
  • Cricket
  • હરભજન સિંહ આકરા પાણીએ, પાકિસ્તાન સાથે મેચ રમવાને લઇને કહી મોટી વાત

હરભજન સિંહ આકરા પાણીએ, પાકિસ્તાન સાથે મેચ રમવાને લઇને કહી મોટી વાત

 | 12:33 pm IST

ભારતના અનુભવી ઓફ સ્પિનર હરભજન સિંહનું કહેવું છે કે ભારતે પુલવામા આતંકવાદી હુમલા બાદ આગામી વિશ્વ કપ(ICC World Cup 2019)માં પાકિસ્તાન સાથે મેચ ન રમવી જોઈએ. હરભજને કહ્યું કે જો ભારત 16મી જૂન મેનચેસ્ટરમાં પાકિસ્તાન સાથેની મેચ નહીં રમે તો પણ ભારતીય ટીમ એટલી મજબૂત છે કે તેઓ વર્લ્ડ કપ જીતી શકે છે.

હરભજન સિંહે એક ખાનગી મીડિયા એજન્સીને ઈન્ટરવ્યૂ આપતા આ વાત કહી હતી. હરભજને કહ્યું કે,‘ભારતે વિશ્વ કપમાં પાકિસ્તાન સાથે મેચ નહીં રમવી હોઈએ. ભારતીય ટીમ એટલી મજબૂત છે કે પાકિસ્તાન સાથે મેચ રમવા વગર પણ જીતી શકે છે.’ તેમને કહ્યું કે,‘આ દેશ માટે એક કઠિન સમય છે જ્યારે દેશના જવાનો પર આતંકી હુમલો થયો છે. આ અવિશ્વસનીય છે અને ખૂબજ દુખદ છે. સરકાર આની સામે જરૂરથી વળતો પ્રહાર કરશે. અને જ્યાં સુધી ક્રિકેટનો સવાલ છે તો મને નથી લાગતું કે આપણે પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવો જોઈએ, અન્યથા એવું ચાલતું જ રહેશે.’

વધુ ઉમેરતા હરભજને કહ્યું કે,‘આપણે દેશની સાથે ઉભા રહેવું જોઈએ. ક્રિકેટ, હોકી અને કોઇ પણ રમતમાં તેમની સાથે રમવું નહીં જોઈએ.’ નોંધનીય છે કે હરભજનના નિવેદન પહેલા પણ કેટલાક ક્રિકેટર્સ અને ખેલ જગતની હસ્તીઓએ CRPF જવાનો પર પુલવામામાં થયેલ આતંકી હુમલા સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે અને આને એક કાયરતાપૂર્ણ ઘટના ગણાવી છે.

તમને બતાવી દઈએ કે આ હુમલાના વિરોધમાં સીસીઆઈ(ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા)એ બ્રેબોર્ન સ્ટેડિયમ, પંજાબ ક્રિકેટ સંઘ(પીસીએ)એ મોહાલી અને રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન(આરસીએ)એ સવાઈ માનસિંહ સ્ટેડિયમથી ઈમરાન ખાન અને અન્ય પાકિસ્તાની ક્રિકેટરોના પોસ્ટર હટવી દીધા છે. ઉપરાંત IMG રિલાયન્સે પુલવામા હુમલાના વિરોધમાં પાકિસ્તાન સુપર લીગ 2019(પીએસલએલ)નું પ્રસારણ કરવાથી ઇન્કાર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન