Harbhajan Singh Wife and Bollywood Actress Geeta Basra Latest Photoshoot
  • Home
  • Featured
  • ભજ્જીની પત્ની ગીતા બસરાએ કરાવ્યો ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો

ભજ્જીની પત્ની ગીતા બસરાએ કરાવ્યો ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો

 | 1:54 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ અને ક્રિકેટર હરભજન સિંહની પત્ની ગીત બસરા એકવાર ફરી તેના ફોટોશૂટના કારણે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. આ ફોટો શૂટમાં ગીતા ગ્રીન કલરના ગાઉનમાં સ્ટાલિશ અંદાજમાં દેખાઈ રહી છે. આ ફોટોશૂટની કેટલીક તસવીરો ગીતાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફેન્સ સાથે શેર કરી છે. ફેન્સ પણ ગીતાની આ તસવીરોને ઘણી પસંદ કરી રહ્યાં છે.

તમને બતાવી દઈએ કે લગ્ન બાદ ગીતાએ ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું છે પરંતુ તેમ છતાં તેઓ હાલ પણ ગ્લેમરસ દેખાય છે. ગીતા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને અવાર નવાર તેના ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી હોય છે. ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી એક બીજાને ડેટ કર્યા બાદ ગીતા અને હરભજને લગ્ન કર્યા હતા. ભજ્જી અને ગીતાની જોડી પણ બોલિવૂડ અને ક્રિકેટની કોકટેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન