NIFTY 9,445.40 +44.50  |  SENSEX 30,322.12 +133.97  |  USD 64.0550 -0.24
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Uncategorized
  • ટીમ સાઉથીના બગડેલા પેટના કારણે રોકવી પડી બસ, ભજ્જીએ લીધી મજા-જુઓ વીડિયો

ટીમ સાઉથીના બગડેલા પેટના કારણે રોકવી પડી બસ, ભજ્જીએ લીધી મજા-જુઓ વીડિયો

 | 6:53 pm IST

મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ ઈલેવન વચ્ચે ગુરૂવારે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં મેચ રમાશે. એક તરફ ખેલાડીઓ ઈન્દોરની ગરમીથી હેરાન-પરેશાન છે. તેવામાં મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર ટીમ સાઉથી પોતાના ખરાબ પેટના કારણે મનોરંજનનો વિષય બની ગયો છે.

ટીમ સાઉથીનું હાજમા પણ એવું બગડ્યું કે, રસ્તા વચ્ચે જ બસને ઉભી રાખીને શૌચાલય જવું પડ્યું હતું. અસલમાં પંજાબ સાથે ગુરૂવારે થનાર મેચ માટે મુંબઈની ટીમ ઈન્દોર પહોંચી હતી. ત્યારે ટીમ સાઉથી બધા જ સાથી ખેલાડીઓની મજાકનો ભોગ બન્યો જ્યારે તેને વોશરૂમ જવા માટે બસને ઉભી રખાવવી પડી હતી.

રસ્તા વચ્ચે જ ઉભી રખાવી દીધી બસ

સાઉથીએ અચાનક જ બસ ઉભી રખાવી દીધી અને ખુબ જ મુશ્કેલમાં નજરમાં આવી રહ્યો હતો. આ પાછળનું કારણ તે વખતે કોઈને ખબર ના પડ્યું, પરંતુ બધાએ આના પર તેમની મજાક-મશ્કરી કરી હતી. હંમેશા મસ્તી કરનાર હરભજનસિંહે તો આનો એક વીડિયો જ બનાવી નાંખ્યો અને ટ્વિટર પર શેર કર્યો હતો. જે વીડિયોમાં બધા ટીમ સાઉથીના ખરાબ પેટને લઈને મજા લઈ રહ્યાં છે.

1