hard work but not result Do this spiritual in your palm history
  • Home
  • Astrology
  • અપાર મહેનત કર્યા પછી નથી મળતું ફળ, હસ્તરેખા અનુસાર આ ઇષ્ટદેવની કરી લો સાધના

અપાર મહેનત કર્યા પછી નથી મળતું ફળ, હસ્તરેખા અનુસાર આ ઇષ્ટદેવની કરી લો સાધના

 | 3:09 pm IST

હિંદૂ ધર્મમાં 33 કરોડ દેવી-દેવતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ દેવી-દેવતાઓમાં શિવજી, માતા દૂર્ગા, હનુમાનજી સહીતના ભગવાનનો પણ સમાવેશ થાય છે. આ દરેક દેવતાઓનો મહિમા, ચમત્કારોનું વિસ્તૃત વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે. લોકો પોતાની શ્રદ્ધા અનુસાર ભગવાનનું ભજન કરે છે. પરંતુ મનની ઈચ્છા કયા ભગવાન પૂર્ણ કરશે તે જાણવું હોય તો તેનો જવાબ હસ્તરેખા પરથી જ મેળવી શકાય છે.

હસ્તરેખાઓમાં કેટલાક સંકેતો હોય છે જેના પરથી સ્પષ્ટ થાય છે કે કયા જાતક માટે કયા ભગવાનની પૂજા ફળદાયી નીવડશે. તો આજે જાણી લો તમે પણ કે કયા ભગવાનની આરાધના તમારે કરવી જોઈએ.

જે જાતકની હાથની શનિની આંગળી સીધી હોય તેણે શનિ દેવની આરાધના અવશ્ય કરવી જોઈએ. આવા જાતકોએ નિયમિત રીતે “ॐ પ્રાં પ્રીં પ્રૌં સ: શનૈશ્વરાય નમ:” મંત્રનો 108 વખત જાપ કરવો. જે જાતકની હૃદય રેખા પર ત્રિશૂળ બનેલું હોય તેમણે મહાદેવની આરાધના કરવી જોઈએ. મહાદેવની પૂજા આવા જાતકો માટે લાભદાયક રહે છે. જીવનમાં આવતાં સંકટમાંથી મુક્તિ પણ શિવ આરાધના કરવાથી મળે છે. આવા જાતકો માટે હનુમાનજીની પૂજા પણ લાભકારક નીવડે છે.

ભાગ્ય રેખા ખંડિત હોય કે પછી તેમાં કોઈ પ્રકારનો દોષ હોય તો તે જાતકે લક્ષ્મી માતાની આરાધના કરવી જોઈએ. ભાગ્ય રેખા ખંડિત હોય તો તે આર્થિક તંગીનું સૂચન કરે છે. આવી સ્થિતીમાં નિયમિત રીતે “ॐ હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં સિદ્ધ લક્ષ્મ્યૈ નમ: ” મંત્રનો જાપ કરવો જોઈએ.

સૂર્ય રેખા દબાયેલી હોય અથવા તો શિક્ષામાં બાધા આવતી હોય તો નિયમિત રીતે સૂર્યને જળ ચડાવવું જોઈએ. આ સિવાય મસ્તિષ્ક રેખા પણ જો ખરાબ હોય તો સૂર્ય પૂજા અને સરસ્વતી પૂજા કરવી જોઈએ. જીવન રેખા અથવા ભાગ્ય રેખા અન્ય રેખાથી કપાતી હોય તો જાતકના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે. તેનાથી બચવા માટે પણ લક્ષ્મીજીની આરાધના કરવી જોઈએ.

આ વીડિયો જુઓ: આજે કરીએ મહાકાલેશ્વરની આરતી 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન