hardik-fast-break say ck-patel-reactions-after-announcement
  • Home
  • Ahmedabad
  • હાર્દિકના પારણાની જાહેરાત થયા બાદ સી.કે પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

હાર્દિકના પારણાની જાહેરાત થયા બાદ સી.કે પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

 | 12:25 pm IST

હાર્દિક પટેલ છેલ્લા 19 દિવસથી પોતાની ત્રણ મુખ્ય માંગને લઈને આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. ત્યારે આજે મનોજ પનારાએ જાહેરાત કરી હતી કે, આજે 3 વાગ્યે ખોડલધામ નરેશ પટેલના હાથે હાર્દિક પટેલ પારણા કરશે, ત્યારબાદ આંદોલન શાંત પડી જાય તેવું લાગી રહ્યું છે. પાટીદાર અગ્રણી સી.કે પટેલે હાર્દિકના પારણાની જાહેરાત થયા બાદ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

સી.કે. પટેલે કહ્યું હતું કે, આજે પાટીદાર સમાજ માટે સારો દિવસ છે. હાર્દિકે સમાજની લાગણીને માન રાખીને પારણાં કરી લેવાની જાહેરાત કરી છે તે સારી વાત છે. પાટીદારની મુખ્ય છ સંસ્થાઓના પ્રતિનિધિઓ વચ્ચે ઉમિયા કેમ્પસ ખાતે એક બેઠક મળશે. બાદમાં સંસ્થાના પ્રતિનિધિઓ હાર્દિક પાસે જઈને પારણાં કરાવશે. હાર્દિકની તબિયતને લઈને સમાજ ખૂબ જ ચિંતિત હતો. તેથી આજે હાર્દિક પટેલ પારણા કરતા સમાજને હાશકારો થશે.

હાર્દિક પટેલની ત્રણ માંગણી અંગે જણાવતા સી.કે.પટેલે કહ્યું કે, હાર્દિક પટેલ ઉપરાંત એસપીજી તરફથી પણ અમને ઘણા મુદ્દાઓ મળ્યા છે. આ ઉપરાંત પાટીદારની છ મુખ્ય સંસ્થાઓ તરફથી પણ અલગ અલગ મુદ્દા મળ્યા છે. આ તમામ મુદ્દાઓની એક યાદી તૈયાર કરીને અમે પાટીદાર સમાજને લાભ થાય તેવી રીતે સરકારમાં રજુઆત કરીશું. આ દરમિયાન સમાજીક સમરસતા જળવાઈ રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.