Hardik Fast: School Collage to shut down order by Pass and SPG leaders in different district
  • Home
  • Ahmedabad
  • હાર્દિકના ઉપવાસ: વિવિધ જિલ્લામાં શાળા-કોલેજ બંધનું આહ્વાન, મોટી સંખ્યામાં પોલીસ એલર્ટ

હાર્દિકના ઉપવાસ: વિવિધ જિલ્લામાં શાળા-કોલેજ બંધનું આહ્વાન, મોટી સંખ્યામાં પોલીસ એલર્ટ

 | 8:19 am IST

હાર્દિક પટેલના ઉપવાસના આજે 12 દિવસ થઇ રહ્યા છે. ત્યારે આ મામલે હવે ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યું છે. પાસ તરફથી વિવિધ જિલ્લામાં સ્કુલ કોલેજો બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેના દ્વારા આજથી શાળા-કોલેજોની સાથે સાથે વિવિધ ઉદ્યોગોમાં પણ બંધની જાહેરાત કરવામાં આવી છે. આજે સવારથી જ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સોશિયલ મીડિયા દ્રારા પાસના આગેવાનોએ લોકોને જાણ કરી છે.

જેના માટે પાટણમાં પાસના કાર્યકરો સવારે 8 કલાકે બગવાડા દરવાજા ખાતે એકઠાં થઇ શાળા-કોલેજોને હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના સંદર્ભમાં બંધ કરાવવા માટે એકત્ર થયા છે. તો બીજી તરફ વિસનગર પછી બેચરાજી, સતલાસણમાં SPG નેતા કમલેશ પટેલ દ્વારા બંધની જાહેરાત કરવામાં આવી છે.

આ તરફ સુરતમાં ગઇકાલથી સોશ્યિલ મીડિયા પર શાળા કોલેજ બંધના મેસેજ ફરતાં થયા હતા. જેના કારણે શહેરના વરાછા, કતારગામ અને પૂના ગામ, સીમાડા વિસ્તારોમાં પોલીસ દ્વારા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત આ વિસ્તારોની શાળાની બહાર પણ પોલીસે તાકીદારીના પગલાં રૂપે બંદોબસ્ત ગોઠવ્યો છે.

બુધવારે મોડી સાંજથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં પાસ અને SPGના કાર્યકર્તાઓ તરફથી ગુરૂવારે શાળા-કોલેજ અને દુકાન-ધંધા બંધ રાખવા માટેની અપીલ કરવામાં આવી છે. જેના કારણે રાજ્ય સરકાર પણ હરક્તમાં આવી છે અને પોલીસને તકેદારીના ભાગ રૂપે એલર્ટ કરવામાં આવી છે.