hardik-hunger-strike-undefended-time-in-patan mla kirit patel
  • Home
  • Ahmedabad
  • હાર્દિક પટેલના ઉપવાસ મામલે પાટણના MLA વ્હારે આવ્યા, UNમાં કરી રજૂઆત

હાર્દિક પટેલના ઉપવાસ મામલે પાટણના MLA વ્હારે આવ્યા, UNમાં કરી રજૂઆત

 | 7:19 pm IST

હાર્દિક પટેલના ઉપવાસને આજે 8મા દિવસે હવે રાજકીય રંગ ધારણ કર્યું છે. હાર્દિક પટેલના ઉપવાસના આઠમા દિવસે પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓ હાર્દિકની ઉપવાસી છાવણીમાં જઈ મુલાકાત કરી હતી. જેમાં સૌ પ્રથમ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ હાર્દિક સાથે મુલાકાત કરી તેના ખબર અંતર પુછ્યા હતા.

આજે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા યુએનના માનવ અધિકારમાં રજૂઆત કરવામાં આવી છે. સરકાર હાર્દિકના ઉપવાસ આંદોલનને લઈને દુર્લક્ષ સેવી રહી હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ આજે બપોર બાદ એસપીજીના લાલજી પટેલે ઉપવાસી છાવણી પહોંચી હાર્દિકને સમર્થન આપ્યું હતું. મુલાકાત બાદ લાલજી પટેલે સરકારને ચેતવણી આપી હતી કે, પાટીદારેને એવોઇડ કરશો તો 2019માં તેનું પરિણામ ભોગવવું પડશે.

હાર્દિક પટેલે આજે જળગ્રહણ કરીને ઉપવાસ ચાલુ રાખ્યા હતા. તેના થોડા જ કલાકોમાં એકાએક પાટીદાર સંસ્થાઓના આગેવાનો હાર્દિકને મળવા પહોંચી જતાં ટૂંક સમયમાં હાર્દિકના આમરણાંત ઉપવાસનું સમાધન થઈ શકે છે તેવા સંકેતો જણાઈ રહ્યા છે.

આ તરફ હાર્દિક પટેલના મુદ્દે રાજકીય લાભ દેખાતો હોવાથી સમાજિક કાર્યકર્તા મેધા પાટકર તેને મળવા પહોંચ્યા છે. પરંતુ હાર્દિકની ટીમે તેનો વિરોધ કર્યો હતો. અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અહીં પહોંચ્યા હોવનું કહી તેમનો વિરોધ કર્યો હતો. હાર્દિકના સમર્થકોએ મેધા પાટકર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ ત્યાં ‘મેધા પાટકર વાપસ જાઓ’ના નારા લાગ્યા હતા.