hardik pandya and krunal pandya engage in twitter war india vs south africa
  • Home
  • Sports
  • Cricket
  • પંડ્યા VS પંડ્યા: એક વીડિયોના કારણે બે ગુજરાતી ક્રિકેટર ભાઇઓ આવી ગયા સામસામે

પંડ્યા VS પંડ્યા: એક વીડિયોના કારણે બે ગુજરાતી ક્રિકેટર ભાઇઓ આવી ગયા સામસામે

 | 5:34 pm IST

‘પંડ્યા બ્રધર્સ’ તરીકે પ્રખ્યાત હાર્દિક અને ક્રૃણાલ પંડ્યા હંમેશા ચર્ચમાં રહે છે. ખાસ કરીને હાર્દિક પંડ્યા, જે પોતાની રમતની સાથે વિવાદો માટે ચર્ચિત રહે છે. આ બંન્ને ભાઇ બુધવારે ફરીથી ચર્ચામાં આવી ગઇ છે. હાર્દિકે ટ્વીટર પર એક વીડિયો શેર કરી ક્રૃણાલને કહ્યું કે, તેણે બાજી પોતાના નામે કરી લીધી છે. ક્રૃણાલ પંડ્યા પણ પાછળ રહે તેવો નથી. મોટા ભાઇએ પણ જવાબામાં ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો છે અને હાર્દિકને પૂછ્યુ છે કે, તેને સોશિયલ મીડિયા પર શેર કેમ નથી કર્યો.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રવિવારે 15 સપ્ટેમ્બરથી ટી-20 સિરીઝ શરૂ થવા જઇ રહી છે. પંડ્યા બ્રધર્સ આ સિરીઝ માટે ખુબ મહેનત કરી રહ્યા છે. હાર્દિક આ સિરીઝ દ્વારા ભારતીય ટીમમાં વાપસી કરી રહ્યો છે. તેને વેસ્ટઇન્ડીઝ સિરીઝ દરમિયાન આરામ આપવામાં આવ્યો હતો. ક્રૃણાલએ ટી-20માં પોતાનું સ્થાન નિર્ધારિત કરી લીધુ છે.

હાર્દિક અને ક્રૃણાલ હાલમાં નેટ્સ પર ખુબ પ્રેક્ટિસ કરી રહ્યા છે. હાર્દિક પંડ્યાએ ક્રૃણાલના બોલ પર ખુબ મોટા-મોટા શોટ લગાવ્યા હતા. તેણે તેમા હેલિકોપ્ટર શોટ પણ લગાવ્યો હતો. પ્રેક્ટિસ દરમિયાન હાર્દિક પંડ્યાએ એવો બોલ રમ્યો, જે ક્રૃણાલના માથા પરથી નિકળી ગયો, જેમા ક્રૃણાલ ઇજાગ્રસ્ત થતા બચી ગયો હતો.

હાર્દિક પંડ્યાએ બાદમાં ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો, તેણે લખ્યું,’પંડ્યા બનામ પંડ્યા (Pandya vs Pandya). મોટા ભાઇ ક્રૃણાલ… મને લાગે છે કે, મેં આ રાઉન્ડ જીતી લીધો.. માફ કરજો… મેં તો લગભગ તમારા માથા પર જ શોટ મારી દીધો.’

આ ટ્વીટને હજૂ માત્ર અડધો કલાક જ થયો હતો ક્રૃણાલ પંડ્યા પણ સક્રિય થઇ ગયો. તેણે હાર્દિકને જવાબ આપતા ટ્વીટર પર જ વીડિયો અપલોડ કર્યો. આ વીડિયોમાં ક્રૃણાલ પંડ્યા પોતાના નાના ભાઇને બીટ કરોત નજર આવી રહ્યો છે. ક્રૃણાલએ વીડિયો સાથે લખ્યું,’ હા હા હા…, કોઇ વાત નહી ભાઇ, પરંતુ તમે આ વીડિયોને શેર કેમ ના કર્યો?’

આ વીડિયો પણ જુઓ: જૂનાગઢના ભવનાથમાં સિંહ પરિવારના આંટાફેરા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન