Hardik Pandya and Krunal Pandya Net Practice video goes Viral
  • Home
  • Sports
  • Cricket
  • આ એક શોટથી માંડ-માંડ બચ્યો કૃણાલ પંડ્યા, Video શેર કરી હાર્દિકે માંંગી લીધી માફી

આ એક શોટથી માંડ-માંડ બચ્યો કૃણાલ પંડ્યા, Video શેર કરી હાર્દિકે માંંગી લીધી માફી

 | 4:16 pm IST

સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી20 સીરિઝ પહેલા પંડ્યા બ્રદર્સ નેટ પર જોરદાર પ્રેક્ટિસ કરી રહ્યા છે. ત્રણ મેચોની ટી20 સિરીઝનો પહેલો મુકાબલો 15 સપ્ટેમ્બરે ધર્મશાળામાં રમાશે. નેટ પર હાર્દિક પંડ્યાએ જબરદસ્ત પ્રેક્ટિસ કરી પરસેવો પાડ્યો અને કૃણાલ પંડ્યાની બોલને મેદાનને બહાર પહોંચાડી.

હાર્દિક અને કૃણાલ બન્ને ટી20 સિરીઝ માટે ભારતના 15 ખેલાડીઓના સ્ક્વોડમાં સામેલ છે. આ વચ્ચે હાર્દિકે નેટ પ્રેક્ટિસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કર્યો છે. આ વીડિયોમાં હાર્દિક નેટ પર જોરદાર પ્રેક્ટિસ કરતા નજરે આવી રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે હાર્દિકે એક એવો શોટ રમ્યો જેમાં બોલ કૃણાલના માથાના ઉપરથી નીકળે છે અને તે ઇજાગ્રસ્ત થતા માંડ-માંડ બચી જાય છે. જોકે ત્યાર બાદ હાર્દિકે કૃણાલથી માફી પણ માંગી. પ્રેક્ટિસ દરમિયાન હાર્દિકે હેલિકોપ્ટર શોટ પણ માર્યો હતો.

વેસ્ટઇન્ડીઝ પ્રવાસે બકાત રહ્યા બાદ હાર્દિક પંડ્યા સીમિત ઓવરોની ટીમમાં વાપસી કરી રહ્યો છે. તેને ભુવનેશ્વર કુમારની જગ્યાએ પસંદ કરવામાં આવ્યો છે. મહેન્દ્ર સિંહ ધોની અને જસપ્રીત બુમરાહ ટી20 ટીમમાં સામેલ નથી. ધોની હાલ અમેરિકામાં રજાઓનો આનંદ માણી રહ્યો છે.

આ વીડિયો પણ જુઓ: પ્રતિબંધિત વિસ્તારમાં જવા મુદ્દે જીતુ વાઘાણીની પ્રતિક્રિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન