Hardik Pandya and Natasa Stankovic on holiday in Dubai
  • Home
  • Sports
  • Cricket
  • ક્રિકેટ મેદાનથી દૂર હાર્દિક આ અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ! દુબઈથી તસવીરો આવી સામે

ક્રિકેટ મેદાનથી દૂર હાર્દિક આ અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ! દુબઈથી તસવીરો આવી સામે

 | 7:41 pm IST

ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા રમતની સાથે તેની લવ લાઇફને લઈ પણ સતત ચર્ચામાં રહે છે. હાર્દિકનું નામ કેટલીક બોલિવૂડ અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. છેલ્લા ઘણા સમયથી એવા સમાચાર ફેલાયા હતા કે તે એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાને ડેટ કરી રહ્યો છે. જોકે એવી અફવાઓ ફેલાતા અભિનેત્રીએ ચોખવટ કરી કે તેમની વચ્ચે કોઈ અફેર નથી.

View this post on Instagram

🏖 👶🏾

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

View this post on Instagram

☀️🏝🍹💙

A post shared by 🎀Nataša Stanković🎀 (@natasastankovic__) on

ત્યારે હવે હાર્દિક પંડ્યાનું નામ વધુ એક બોલિવૂડ અભિનેત્રી સાથે જોડાયું છે. ખરેખર, હાર્દિક પંડ્યાએ તાજતેરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કરી છે. જે ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ મુજબ હાર્દિક પંડ્યા હાલ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સાથે રિલેશનશિપમાં છે. બન્ને હાલ દુબાઈમાં રજાઓનો આનંદ માણી રહ્યા છે. હાર્દિક અને નતાશા દુબઈમાં ક્વાલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે. એમ સૂત્રોએ જણાવ્યું છે.

 

ઇન્સ્ટાગ્રામ પર નતાશા અને હાર્દિક પાંડ્યાએ દુબઈથી તસવીરો પોસ્ટ કરી છે. હાર્દિક તસવીરમાં સમુદ્ર કિનારે ઉભો છે. જ્યારે નતાશા સ્વિમિંગ પૂલ નજીક નજરે આવી રહી છે. જોકે બંને પોતાની અલગ-અલગ અને એકલી તસવીરો પોસ્ટ કરી છે. પરંતુ બંને સાથે હોવાની વાત ફેલાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા મુંબઈના બાંદ્રામાં હાર્દિક પંડ્યા નતાશાને લઈ પાર્ટીમાં પહોંચ્યો હતો. સૂત્રો મુજબ હાર્દિક નતાશાને લઈ ગંભીર છે અને નતાશાને પરિવારથી પણ મળાવી છે. નતાશા ‘નચ બલિએ 9’ અને ‘બીગ બોસ 8’ જેવા રિયલિટી શોમાં નજરે આવી હતી.

આ વીડિયો પણ જુઓ: રાજકોટ જૂના યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી સામે રોષ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન