Hardik Pandya Gets Emotional And Twitted About Defeat In Semi Final
  • Home
  • Sports
  • Cricket
  • હાર્દિક પંડ્યા થયો ભાવુક, ટ્વિટર પર સેમિ-ફાઇનલની હારનું ઠાલવ્યું દુ:ખ

હાર્દિક પંડ્યા થયો ભાવુક, ટ્વિટર પર સેમિ-ફાઇનલની હારનું ઠાલવ્યું દુ:ખ

 | 9:39 pm IST

આઈસીસી વિશ્વ કપ 2019ની પહેલી સેમિ-ફાઇનલમાં ન્યૂઝીલેન્ડનાં હાથે ટીમ ઇન્ડિયાની 18 રનથી હાર થઇ તેના દુ:ખમાંથી હજુ ફેન્સ અને ખેલાડીઓ બહાર નીકળી શક્યા નથી. હવે ભારતીય ટીમનાં ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ટ્વિટર પર પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. તેણે પોતાના ટ્વિટમાં કહ્યું કે, તેના પહેલા વિશ્વ કપનું સપનુ અધુરૂ રહી ગયું છે.

વર્લ્ડ કપમાં મળેલી શીખનું હંમેશા ધ્યાન રાખીશ

પંડ્યાએ પોતાની એક ટ્વિટમાં લખ્યું કે, ‘યાદો…યાદો જિંદગીભર માટે. મારો પહેલો વર્લ્ડ કપ એ રીતે પૂર્ણ ના થયો, જે રીતે અમે ઇચ્છતા હતા, પરંતુ તેણે એટલી બધી ભાવનાઓ અને શીખ આપી છે જેનું હું હંમેશા ધ્યાન રાખીશ. આ ખાસ ટીમનું સમર્થન કરવા માટે તમારા બધાનો આભાર. અમે તમારા વગર કંઇ જ નથી.’ પંડ્યાનાં આ ટ્વિટ પર ઘણા યૂઝરની મિશ્ર પ્રતિક્રિયા આવી રહી છે. જો કે મોટાભાગનાં ફેન્સ પંડ્યાથી નારાજ જોવા મળી રહ્યા છે.

ફેન્સે હાર્દિક પંડ્યાને કહ્યું, ‘હવા-હવાઈ શૉટ રમવો જરૂરી હતો?’

એક યૂઝરે લખ્યું છે કે, ‘એક શીખ તમારે પણ લેવી જોઇએ કે તમારે મેચની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રમવું જોઇએ. ધોની પાસેથી કંઇક શીખો.’ ઉલ્લેખનીય છે કે 240 રનનાં પડકારનો પીછો કરવો ઑલ્ડ ટ્રેફર્ડની પિચ પર સરળ નહોતો, કેમકે વરસાદ અને હવામાનના કારણે પરિસ્થિતિ ઝડપી બોલર્સ માટે સારી હતી. ભારતે 5 રનની અંદર જ 3 વિકેટ ગુમાવી દીધી હતી. યુવા ઋષભ પંત અને કાર્તિક પાસે ટીમને સંભાળવાની અને પોતાની તાકાત દર્શાવાની તક હતી, પરંતુ બંને નિષ્ફળ રહ્યા.

પંત અને હાર્દિક પંડ્યા ના કરી શક્યા મોટો સ્કોર

પંતની અપરિપક્વતા એકવાર ફરી જોવા મળી અને હાર્દિક પંડ્યા સાથે 47 રનની ભાગેદારી કર્યા બાદ મિશેલ સેન્ટનરની ઑવરમાં છગ્ગો મારવાના પ્રયાસમાં ખરાબ શૉટ રમીને આઉટ થયો. પંત 32 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. પંતે જે ભૂલ કરી એ જ ભૂલ પંડ્યાએ સેન્ટનરની ઑવરમાં જ કરી અને મોટો શૉટ રમવાનાં પ્રયાસમાં વિલિયમ્સનનાં હાથે કેચ આઉટ થયો. પંડ્યાએ 62 બૉલમાં 32 રન બનાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન