Hardik Pandya Has Not Stepped Out of The House Since His Return from Australia
  • Home
  • Sports
  • Cricket
  • હાર્દિક પુરાયો ઘરમાં, નથી રિસીવ કરી રહ્યો કોઇના ફોન

હાર્દિક પુરાયો ઘરમાં, નથી રિસીવ કરી રહ્યો કોઇના ફોન

 | 4:54 pm IST

કૉફી વિથ કરણ શૉ બાદ વિવાદોમાં ઘેરાયેલા હાર્દિક માટે હાલની પરિસ્થિતિનો સામનો કરવો અઘરો પડી રહ્યો છે. શૉ પર મહિલાઓને લઇને કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે પંડ્યાને સોશ્યલ મીડિયા પર આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. જોકે પાછળથી પોતાની ભુલનો અહેસાસ થતા પંડ્યાએ સોશ્યલ મીડિયા પર તેના આવા વ્યવહારને કારણે માફી પણ માગી હતી.

પંડ્યા દ્વારા શૉ દરમિયાન કરવામાં આવેલી ટિપ્પણીને કારણે તેને હાલ સામાજીક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેવું પંડ્યાની હાલની પરિસ્થિતિ પરથી લાગી રહ્યું છે. હાર્દિક પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાએ એક ખાનગી સમાચાર એજન્સીને આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઑસ્ટ્રેલિયાથી પરત ફર્યા પછી હાર્દિક ન તો ઘરની બહાર નીકળે છે કે ન તો કોઇની સાથે ફોન પર વાત કરી રહ્યો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલ ગુજરાતમાં મકરસંક્રાંતિનો તેહવાર ચાલી રહ્યો છે અને હાર્દિકને પતંગનો ભારે શોખ છે, પરંતુ આ વખતે તે ઘરમાંથી બહાર નીકળવાનું નામ જ નથી લેતો. તેમજ ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાયેલી બીજી મેચ તેને ઘરમાં બેઠા-બેઠા જોઇ હતી.

કૉફી વિથ કરણ શૉના વિવાદ બાદ BCCI દ્વારા હાર્દિક અને કેએલ રાહુલને ઑસ્ટ્રેલિયા પ્રવાસ પરથી પરત બોલાવી લેવામાં આવ્યા હતા. તેમજ આ બાબતને લઇને BCCI દ્વારા આગળની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. અગાઉ હાર્દિક દ્વારા BCCIના સીઇઓને આ બાબતે ફોન પર વાતચીત કરીને ખુલાસો આપ્યો હત. હાલ બન્ને ખેલાડીઓ પર મેત રમવાને લઇને પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.