koffee with karan controversy three year membership loses hardik pandya
  • Home
  • Sports
  • Cricket
  • હાર્દિક પંડ્યાને વધુ એક ઝટકો, આ ક્લબની મેમ્બરશીપથી ધોયા હાથ

હાર્દિક પંડ્યાને વધુ એક ઝટકો, આ ક્લબની મેમ્બરશીપથી ધોયા હાથ

 | 4:39 pm IST

ટીમ ઈન્ડીયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સસ્પેન્ડ થયા પછી વધુ એક ઝટકો લાગ્યો છે. મુંબઈના ખાર જીમખાનાએ હાર્દિક પાસેથી પોતાની સ્પોર્ટસ ક્લબ મેમ્બરશિપ છીનવી લીધી છે. ટીવી શો કોફી વિથ કરણ દરમિયાન મહિલાઓ પર કરેલ અશ્લીલ ટિપ્પણી પછી ટીમ ઈન્ડીયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને બેટ્સમેન કેએલ રાહુલને બીસીસીઆઈએ સસ્પેન્ડ કરી એક ટીવી શો પર અશ્લીલ નિવેદન કરતા બીસીસીઆઈએ પંડ્યા અને કેએલ રાહુલને તપાસ બાદ ટીમમાથી સસ્પેન્ડ કરી દીધા છે.

ખાર જિમખાનાના માનદ મહાસચિવ ગૌરવ કપાડિયાએ પ્રેસ ટ્રસ્ટને જણાવ્યુ કે હાર્દિક પંડ્યાને ઓક્ટોબર 2018માં ત્રણ વર્ષ માટે સભ્ય બનાવવામાં આવ્યા હતા, હવે ક્લબની પ્રબંધ સમિતિએ સોમવારે સાંજે સભ્યપદ હટાવી લેવાનો નિર્ણય કર્યો છે.

ગોરવ કાપડિયાએ જણાવ્યુ કે આ રીતનું સભ્ય પદ જે ખેલાડીઓને આપવામાં આવે છે તે ખાર જિમખાના મુંબઈમાં સૌથી સારી ક્લબોમાંનુ એક છે. આ ક્લબના સભ્ય હોવુ તે પણ એક ગર્વની વાત કહેવાય છે.

મહિલાઓ પર વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા પછી હાર્દિક પંડ્યા અને રાહુલને ખુબ મોટી કિંમત ચુકવવી પડી છે. સોશિયલ મીડિયા પર તેની ખુબજ ટીકાઓ થઈ રહી છે. કેટલીક મોટી કંપનીઓએ તો તેની સાથેના તમામ કરાર પુરા કરવાનો નિર્ણય કર્યો છે. આમ હાર્દિક પંડ્યા હાલ તેની ભૂલના કારણે બરાબરનો ફસાયો છે.