Hardik Pandya post GYM video goes viral on social Media
  • Home
  • Corona live
  • લોકડાઉન દરમિયાન ઘરમાં કેદ હાર્દિક પંડ્યાએ કર્યું આ કામ, Video પોસ્ટ કરી લોકોને પણ આપી સલાહ

લોકડાઉન દરમિયાન ઘરમાં કેદ હાર્દિક પંડ્યાએ કર્યું આ કામ, Video પોસ્ટ કરી લોકોને પણ આપી સલાહ

 | 2:43 pm IST

કોરોના વાયરસના કારણે હાલ દેશમાં લોકડાઉન છે. જેના કારણે બધા ખેલાડીઓ ઘરમાં કેદ થયા છે. જો કે, આ દરમિયાન તેઓ પરિજનો સાથે સારો સમય પસાર કરી રહ્યા છે. સાથે જ કેટલાક ખેલાડી સોશિયલ મીડિયા પર પણ વધુ એક્ટિવ રહેવા લાગ્યા છે અને પોતાની તસવીર અને વીડિયો ફેન્સ સાથે શેર કરી રહ્યા છે.

આ ક્રમમાં ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ જીમનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે જીમમાં જબરદસ્ત એક્સર્સાઇઝ કરતા નજરે આવી રહ્યો છે. લોકડાઉન દરમિયાન પંડ્યા તેની ફિટનેસ પર વધુ ધ્યાન આપી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે હાર્દિક ડંબલ ઉઠાવીને અલગ-અલગ એક્સર્સાઇઝ કરી રહ્યો છે. આ વીડિયો પોસ્ટ કરી હાર્દિકે કેપ્શનમાં લખ્યું કે,‘ક્વારંટાઇન દરમિયાન પોતાની ફિટનેસ પર વધુ ધ્યાન આપો. ફિટ રહો, સ્વસ્થ્ય રહો.’

આપણે જણાવી દઈએ કે આ પહેલા હાર્દિક પંડ્યા ઇજાના કારણે લગભગ છ મહિના મેદાનથી દૂર રહ્યો હતો. પરંતુ સંપૂર્ણ રીતે ફિટ થયા બાદ તે સાઉથ આફ્રિકા વિરુદ્ધ વન ડે સીરીઝમાં ટીમનો હિસ્સો હતો. પરંતુ કોરોના વાયરસના કારણે સીરીઝ કેન્સલ થઈ. સીરીઝની પહેલી મેચ વરસાદનો ભોગ બની હતી. જેથી હવે હાર્દિકને મેદાન પર વાપસી કરવા થોડી વધુ રાહ જોવી પડશે.

આ વીડિયો પણ જુઓ: નિઝામુદ્દીન મરકજથી આવેલા દરિયાપુરમાં બે ધાર્મિક સ્થળોએ કર્યુ હતુ રોકાણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન