Hardik Pandya Posted His Video Of Helicopter Shot, But Fans Trolled Him
  • Home
  • Sports
  • Cricket
  • પંડ્યાએ હેલીકૉપ્ટર શૉટ ફટકારતો વિડીયો કર્યો શેર, પરંતુ ફેન્સે કર્યો ભયંકર ટ્રૉલ

પંડ્યાએ હેલીકૉપ્ટર શૉટ ફટકારતો વિડીયો કર્યો શેર, પરંતુ ફેન્સે કર્યો ભયંકર ટ્રૉલ

 | 4:37 pm IST

ભારતીય ટીમનો ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા IPLની તૈયારીઓમાં લાગી ગયો છે. પંડ્યા કમરથી નીચાનાં ભાગે ઇજાનાં કારણે ઑસ્ટ્રેલિયા સામે વન ડે અને ટી-20 શ્રેણીમાં ભાગ લઇ શક્યો નહોતો. હાર્દિક પંડ્યાએ IPL પહેલા મુંબઈ ઇન્ડિયન્સનો કેમ્પ જોઇન કર્યો છે, જ્યાં નેટ્સ પર ચોગ્ગા-છગ્ગા ફટકારી રહ્યો છે. આ દરમિયાન તેણે એમએસ ધોનીનો ટ્રેડમાર્ક શૉટ ‘હેલીકૉપ્ટર શૉટ’ રમવાનો પ્રયત્ન કર્યો હતો. હાર્દિક પંડ્યાએ હેલીકૉપ્ટર શૉટ ફટકારતો એક વિડીયો પોતાના ટ્વિટર પર શેર કર્યો છે.

વિડીયો શેર કરતા કેપ્શનમાં તેણે લખ્યું છે કે, ‘જણાવો આ શૉટની પાછળ મારી પ્રેરણા કોણ છે?’ પંડ્યાનો ઇશારો ધોની સામે હતો. ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યાને વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું મહત્વનું હથિયાર માનવામાં આવી રહ્યો છે. હાર્દિક પંડ્યા ક્રીઝ પર હોય તો વિરોધી ટીમનાં બોલરોની ધોલાઇ કરવામાં કંઇ જ બાકી નથી રાખતો. 25 વર્ષનો પંડ્યા નીચેનાં ક્રમે તાબડતોડ બેટિંગ કરે છે અને ઉપયોગી બોલર પણ છે. હાર્દિક પંડ્યા પોતાની ધમાકેદાર બેટિંગથી કોઇપણ ક્ષણે મેચનું પાસુ પલ્ટી શકે છે.

જો કે વિડીયો પોસ્ટ કરતાની સાથે જ લોકોએ પંડ્યાને ટ્રોલ કર્યો છે. એક ફેને લખ્યું છે કે, ‘IPLનાં પૈસા મળતા જ તબિયત સારી થઇ ગઇ. દેશ માટે રમવાનું નાટક કરો છો.’ ઉલ્લેખનીય છે કે ઑસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત હોવાના કારણે બહાર થઇ ગયો હતો. જો કે IPL આવતા જ તે ફિટ થઇ ગયો છે. આ કારણે ફેન્સ તેને
ટ્રોલ કરી રહ્યા છે અને પૈસા દેખાતા જ તે પોતાની ઇજા ભૂલી ગયો હોવાનું કહી રહ્યા છે.

Follow, Like અને Share કરો સંદેશના FB, ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પેજને અને રહો અપડેટ સતત

Facebook       : https://www.facebook.com/sandeshnewspaper

Twitter       : https://twitter.com/sandeshnews

Instagram : https://www.instagram.com/sandeshnewstv