Hardik Pandya Posted Photo With Dhoni, Called Him His Inspiration
  • Home
  • Sports
  • Cricket
  • આ ભારતીય ખેલાડી છે હાર્દિક પંડ્યાની પ્રેરણા, તસવીર પોસ્ટ કરીને લખ્યું કે…

આ ભારતીય ખેલાડી છે હાર્દિક પંડ્યાની પ્રેરણા, તસવીર પોસ્ટ કરીને લખ્યું કે…

 | 11:33 pm IST

ઈન્ડિયન ટી-20 લીગની 12મી સીઝનની પહેલી ક્વોલિફાયર મંગળવારનાં રોજ મુંબઈ અને ચેન્નઈ વચ્ચે રમાઈ. મુંબઈ આ મેચ 6 વિકેટથી જીતીને ફાઇનલમાં પહોંચી ગયું છે. એક તરફ જ્યાં આ મેચનાં પરિણામની ચર્ચા હતી તો બીજી તરફ હાર્દિક પંડ્યા અને મહેન્દ્ર સિંહ ધોનીની એક તસવીર પણ ચર્ચામાં રહી. ફૉટો જોતજોતામાં ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને લોકોએ પણ જોરદાર કૉમેન્ટ્સ કરી.

આ તસવીરને હાર્દિક પંડ્યાએ ખુદ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. પંડ્યાએ તસવીર શેર કરતા લખ્યું કે, ‘મારી પ્રેરણા, મારો દોસ્ત, મારો ભાઈ, મારો લીજેન્ડ મહેન્દ્ર સિંહ ધોની.’ તો આઈપીએલનાં સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પણ આ તસવીરને શેર કરીને લખવામાં આવ્યું ‘ફિનિશર્સ.’ વર્તમાન આઈપીએલ સીઝનમાં ધોની અને હાર્દિક પંડ્યા બંનેએ પોત પોતાની ટીમ માટે મહત્વની ઇનિંગ્સ રમી છે અને ટીમને અહીં સુધી પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.

આ ઉપરાંત હાર્દિક પંડ્યા આ સીઝનમાં ઘણીવાર હેલિકૉપ્ટર શૉટ લગાવતો પણ જોવા મળ્યો છે, જેને ધોનીનો સિગ્નેચર શૉટ કહેવામાં આવે છે. પંડ્યા અને ધોનીની આ સુંદર તસવીર અત્યારે વાયરલ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન